Gandhinagar: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં બે હજાર હોટલ અને સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, 183 કરાઇ ધરપકડ
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ૨ હજાર હોટલ અને સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ૨ હજાર હોટલ અને સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા. આ મામલે પોલીસ દ્ધારા અત્યાર સુધીમાં ૨૭૯ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૨૦૪ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તે સિવાય પોલીસે આ મામલે ૧૮૩ આરોપીઓની ધરપકડ હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરની હોટલ અને સ્પા સેન્ટર પર ગુજરાત પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ સ્પેશિયલ ડ્રાઇવમાં ત્રણ દિવસમાં અલગ અલગ ૨ હજાર સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યભરમાં પોલીસે ૨૭૯ આરોપીઓ સામે ૨૦૪ ગુના દાખલ કરી ૧૮૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગઇકાલે રાજકોટ-શહેરમાં વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસના દરોડા પડ્યાં હતા. 50થી વધુ સ્પામાં પોલીસ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 13 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. સ્પામાં નાગાલેન્ડ,અમદાવાદ,દિલ્હી,મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપીસ્ટ કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે સ્પા સંચાલકો દ્ધારા રજીસ્ટ્રેશન નહિ કરાવતા કાર્યવાહી હાથ ધરાઇ છે.
બિગ બજાર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પર્પલ સ્પા,યુનિવર્સિટી રોડ પર આવેલા એન્જોય સ્પા,મવડી રોડ આવેલા પ્લસ સ્પા, અક્ષરમાર્ગ પર આવેલા બુધા ઇન્ટરનેશનલ સ્પા, રૈયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પલેક્ષમાં આવેલા ગ્લેમર સ્પા, નિર્મલા રોડ પર આવેલા પ્રિન્સ વેલનેસ સ્પા, ઇન્દિરા સર્કલ પાસે આવેલા આત્મીજ એન્ડ વેલનેસ સ્પા,એસ.એન. કે પાસે શકુંતલા સોસાયટી પાસે આવેલા મિન્ટ વેલનેસ સ્પા વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગઇકાલે સુરત શહેરના સ્પામાં પણ પોલીસના દરોડા પડ્યાં છે. સુરતમાં એક જ દિવસમાં 50 કેસ સાથે 35ની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં કુલ 21 સ્થળો પર 10 ટીમનું ચેકિંગ કરવામાં આવ્યુ છે.અમદાવાદના સ્પામાં પણ પોલીસની રેડ પડી છે. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં 25 સ્પામાં ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું. અનેક ઠેકાણે નોંધણી વગરના સ્પા ચાલતા હોવાની હકીકત પણ સામે આવી છે. કેટલાક ઠેકાણે સ્પામાં દેહવ્યાપર ચાલતો હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.