શોધખોળ કરો

ગીર સોમનાથના ઉનામાં AAPના ઉમેદવાર પર ફાયરિંગ થયાનો દાવો, પુરાવા ન મળ્યાનો પોલીસનો દાવો

ગીર સોમનાથના ઉનામાં AAPના ઉમેદવાર પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે. નપા AAPના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથના ઉનામાં AAPના ઉમેદવાર પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે. નપા AAPના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે પોલીસે દાવો કર્યો હતો કે પ્રાથમિક તપાસમાં ફાયરિંગ થયાના પુરાવા મળ્યા નથી. અજાણ્યા શખ્સોએ અજય બાંભણિયા પર ફાયરિંગ કર્યાનો આરોપ લાગ્યો છે. BJPના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માણસોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. અજય બાંભણિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અજય બાંભણિયાએ ઉના નપાના વોર્ડ નં.7માંથી ઉમેદવારી નોંધાવી છે. 

ગીર સોમનાથના ઉના શહેરમાં  આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, પોલીસ તપાસમાં ફાયરિંગના કોઈ પુરાવા ન મળતા આ મામલો શંકાના દાયરામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં પાલિકાના AAPના ઉમેદવાર અજય બાંભણિયા પોતાની કારમાં તપોવન પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમનો આરોપ છે કે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર અચાનક ફાયરિંગ કર્યું, હુમલાથી બચવા તેમણે સમયસૂચકતા વાપરી કાર દોડાવી મૂકી જીવ બચાવ્યો હતો. 

ઘટનાની જાણ થતાં જ ગીર સોમનાથના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને ફાયરિંગના કોઈ પણ પુરાવા કે કારતૂસ મળ્યા નથી. હકીકત જાણવા  FSLની મદદ લેવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અજય બાંભણિયાએ ગંભીર આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટીમાંથી નગરપાલિકાના વોર્ડ નંબર 5 અને 7માં ઉમેદવારી નોંધાવી હતી. આ રાજકીય અદાવત રાખીને ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માણસોએ તેમના પર હુમલો કરાવ્યો હતો. બીજી તરફ, પોલીસે હાલ પુરાવા એકત્રિત કરવાની કામગીરી તેજ કરી છે.હવે સૌની નજર FSL રિપોર્ટ પર છે. 

ભાજપના વિરોધમાં મતદાન કરવાનું મુકેશ ઠાકોરનું નિવેદન 

દિયોદરમાં ઠાકોર સમાજની બેઠકમાં ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરે આડકતરી રીતે ભાજપના વિરોધમાં મતદાન કરવાનું નિવેદન આપ્યું હતું. ભાજપે જે ઉમેદવાર મૂક્યા છે તેનાથી લોકો નારાજ હોવાનો દાવો કર્યો હતો. પાર્ટીને મોટી કરનાર લોકોને સાઈડ લાઈન કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. મુકેશ ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે ભાજપના આગેવાનોએ સગા-વ્હાલાની નીતિ અપનાવી છે. દિયોદર જિલ્લા પંચાયતમાં એક પણ બેઠક ભાજપને મળી રહી નથી. 

જૂનાગઢમાં મતદાનના 2 દિવસ પહેલા ભાજપમાં ભડકો

જૂનાગઢમાં મતદાનના 2 દિવસ પહેલા ભાજપમાં ભડકો થયો હતો.  કેશોદ શહેર મહિલા મોરચાના પ્રમુખે ગંભીર આરોપ લગાવ્યા છે. જિલ્લા પ્રમુખે ટિકિટ વેંચી હોવાના આરોપથી ખળભળાટ થઈ ગયો છે. શોભનાબેન સાવલિયા ટિકિટ ન મળતા નારાજ થયા હતા. 

વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મનપાના નાના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કેટલાક અધિકારીઓ વિપક્ષ સાથે મળીને સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. હેમાંગ જોશીએ આરોપ કર્યો છે કે ચૂંટણી નજીક આવતા જ કેટલાક અધિકારીઓ વિપક્ષ સાથે મળીને જાણીજોઈને પ્રજા માટે 'કૃત્રિમ સમસ્યાઓ' ઉભી કરે છે. અમુક અધિકારીઓ વિપક્ષી કોર્પોરેટરો સાથે 'સેટિંગ' કરે છે. વોર્ડ નંબર 16માં ખાસ કરીને 'પાણી પોલિટિક્સ' શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓ પાણી પુરવઠો બંધ કરીને ગાયબ થઈ જાય છે. જ્યારે ભાજપના કોર્પોરેટરો તેમને શોધે ત્યારે તેઓ મળતા નથી, પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરનો ફોન આવતા જ અધિકારીઓ તરત હાજર થઈ જાય છે. આવો ભેદભાવ રાખનારા અને વિપક્ષ સાથે ભળેલા અધિકારીઓને સાંસદે ચેતવણી આપી કે, "ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget