ગુજરાતમાં મ્યુકરમાયકોસિસના કેસ વધવા પાછળ બહાર આવ્યું ચોંકાવનારું કારણ, જાણીને લાગી જશે આઘાત
બ્લેક ફંગસ જ્યાં સુધી શરીરમાં પ્રવેશે નહીં ત્યાં સુધી રોગ થતો નથી.
મ્યુકર માઈકોસિસ રોગ માટે ડાયાબિટીસ અને સ્ટીરોઈન દવાને દોશ આપવામાં આવે છે જોકે એવું નથી. કોરોના વાયરસની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી અને તા માટે બાયપેપ, વેન્ટિલેટર પર દર્દીને ફેસ માસ્ક પહેરાવીને નઝલ કેન્યુલા અને ગળામાં ટ્યૂબ નાખી હોય, ત્યારે ફેસ માસ્ક-નઝલ કેન્યુલાથી ઇજા અને ગળામાં ટ્યૂબ નાખવાથી ગળાની ચામડી છોલાઇ હોય ત્યારે આવી ઇજા દ્વારા ફૂગ શરીરમાં પ્રવેશીને રોગ કરી શકે છે. માટે દર્દીને ઓરલ હાઈજીનથી મ્યુકર માઈકોસીસને વધતો અટકાવી શકાય છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, વિશ્વમાં 1 લાખની સામે એક વ્યક્તિને બ્લેક ફંગસની અસર થતી હોય છે. તેની જગ્યાએ હાલમાં અમદાવાદમાં 1 હજારથી વધારે બ્લેક ફંગસના દર્દી છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીને ઓક્સિજનની વધારે જરૂર પડતા બહારથી ઓક્સિજન આપવા માટે નઝલ કેન્યુલા(ટ્યૂબ)મૂકાય છે. ત્યારે આ ટ્યૂબ નિયમિત બદલવી જોઈએ, સાથે જ દર્દીના મોઢાની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખું જરૂરી છે.
બ્લેક ફંગસ જ્યાં સુધી શરીરમાં પ્રવેશે નહીં ત્યાં સુધી રોગ થતો નથી. ફંગસ શરીરમાં પ્રવેશ્યાના 3થી 4 અઠવાડિયામાં ચેપ ફેલાય છે. ફંસદ દરેક વ્યકિતના શરીરની બહાર હોય છે ત્યારે ઓક્સિજનના ઉપકરણોની યોગ્ય સફાઇને અભાવે તેમજ કોવિડના દર્દીમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી શરીર તેનો પ્રતિકાર કરી શકતું નથી. ફંગસ શરીરમાં પ્રવેસ્યા પછી 3-4 સપ્તાહ લાગે છે. જેથી દર્દીના રજા આપ્યા બાદ મ્યકર માઈકોસિસ થયાનું જણાય છે.
ઓક્સિજન, બાયપેપ કે વેન્ટિલેટર પર રહેલાં દર્દી જાતે પોતોના મોઢાને સ્વચ્છ કરી શખતા નથી. જેથી નર્સિંગ સ્ટાફે જ્યારે દર્દી સારવાર લીધા બાદ ઘરે જાય ત્યારબાદ પણ સગાએ ઓરલ હાઇજીનનું ધ્યાન રાખવું જોઇએ.
ડાયાબિટીસ, એચઆઇવી, કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, સ્ટીરોઇડ આપ્યા હોય ત્યારે શરીરની ઓટો ઇન્યુનિટી સિસ્ટમ નબળી પડી જાય છે. માટે હોસ્પિટલમાં અને ઘરે બિટાડીનના કોગળા કરાવીને દર્દીના મોઢાની સફાઇ કરવી જરૂરી છે.