Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ,બોરસદમાં સૌથી વધુ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બોરસદમાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો.
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બોરસદમાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસ્યો વરસાદ ?
-બોરસદમાં 14 ઈંચ વરસાદ
- વડોદરામાં પોણા નવ ઈંચ વરસાદ
-તિલકવાડામાં સાડા આઠ ઈંચ વરસાદ
- પાદરામાં સવા આઠ ઈંચ વરસાદ
- ભરૂચમાં સાડા સાત ઈંચ વરસાદ
- ખેરગામમાં સાડા છ ઈંચ વરસાદ
- નસવાડીમાં સવા છ ઈંચ વરસાદ
- સુબિરમાં છ ઈંચ વરસાદ
- નાંદોદમાં છ ઈંચ વરસાદ
- શિનોરમાં પોણા છ ઈંચ વરસાદ
- અંકલેશ્વરમાં સાડા પાંચ ઈંચ વરસાદ
- ઝઘડિયામાં સાડા પાંચ ઈંચ વરસાદ
- દહેગામમાં સવા પાંચ ઈંચ વરસાદ
- હાંસોટમાં પાંચ ઈંચ વરસાદ
- મહુવામાં પાંચ ઈંચ વરસાદ
- સંખેડામાં પાંચ ઈંચ વરસાદ
- હાલોલમાં પોણા પાંચ ઈંચ વરસાદ
- વાગરામાં સાડા ચાર ઈંચ વરસાદ
- માંગરોળ સાડા ચાર ઈંચ વરસાદ
-ડભોઈમાં સાડા ચાર ઈંચ વરસાદ
-વઘઈમાં સાડા ચાર ઈંચ વરસાદ
- કરજણમાં સવા ચાર ઈંચ વરસાદ
- બારડોલીમાં ચાર ઈંચ વરસાદ
- કપડવંજમાં ચાર ઈંચ વરસાદ
- વાલિયામાં ચાર ઈંચ વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ નોંધાયો છે. ક્ષમતાના 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 46, 70થી 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 25, 50થી 70 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 41 તો 25 ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે. આ સાથે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. ત્યારે વરસાદના પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલ અલગ-અલગ વિસ્તારમાં NDRFની કુલ 14 ટીમને તૈનાત કરવામાં આવી છે. વડોદરામાં NDRFની ત્રણ ટીમ તો દેવભૂમિ દ્વારકામાં બે ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે નર્મદા, કચ્છ, વલસાડ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથ અને પોરબંદરમાં એક-એક ટીમને તૈનાત કરાઈ છે.
વડોદરામાં ભારે વરસાદથી વિશ્વામિત્રીના જળસ્તરમાં વધારો થયો છે. વિશ્વામિત્રી નદી હાલમાં 22 ફૂટના સ્તરે વહી રહી છે જ્યારે નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે.