શોધખોળ કરો

ગોપાલ ઇટાલિયાનો મોટો આરોપ, AAPની સભામાં ભાજપના કાર્યકરોએ કર્યો પથ્થરમારો

આરોપ લગાવ્યો હતો કે જીવાપર વિસ્તારમાં AAPની સભામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે AAPની સભામાં ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે જીવાપર વિસ્તારમાં AAPની સભામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ભાજપના કોર્પોરેટર કમલેસ રીબડિયાના પુત્ર અક્ષય રીબડિયા, નાસીર મેતરના માણસોએ પથ્થરમારો કર્યાનો આરોપ લગાવ્યો હતો. AAPની સભામાં આવી લોકોને ગાળો આપી હોવાનો ઈટાલિયાએ આરોપ લગાવ્યો હતો. મોડી રાત્રે ઈટાલિયા, યુવરાજસિંહ જાડેજા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે ગોપાલ ઈટાલિયાની ફરિયાદ લીધી હતી.

કડીની સભામાં ગેનીબેન ઠાકોર ગરજ્યા

કડી (Kadi) વિધાનસભાની (Assembly) પેટાચૂંટણીના (By-election) માહોલ વચ્ચે રાજપુર (Rajpur) ખાતે યોજાયેલી કોંગ્રેસની (Congress) સભામાં બનાસકાંઠાના (Banaskantha) સાંસદ (MP) ગેનીબેન ઠાકોરે ભાજપ (BJP) અને કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેને આ નેતાઓને "વેચાઈ ગયેલો માલ" કહીને સંબોધ્યા હતા અને જનતાને તેમને રોકડું પરખાવવા માટે અપીલ કરી હતી.

સભાને સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, "ભાજપવાળા કોઈ લોભ, લાલચ કે પૈસા આપે તો લઈ લેજો. એમના પૈસા કોઈ એરંડા રાયડા વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી." તેમણે લોકોને અપીલ કરી કે, "તમારે વાપરવા હોય તો વાપરજો, નહીં તો રમેશભાઈના (Rameshbhai) કામમાં વાપરજો, પણ મત કોંગ્રેસને જ આપજો." ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે, જે નેતાઓ કોંગ્રેસમાં "ઉલળી ઉલળી ભાષણ કરતા હતા," તેઓ ભાજપમાં જઈને "ગાય બકરી બની ગયા છે." આ નિવેદનો દ્વારા તેમણે કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓની સક્રિયતા અને સ્વતંત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા.

પાટીલ આજે પ્રચાર મેદાનમાં ઉતરશે

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ આજે પ્રચાર મેદાનમાં ઉતરશે.જૂનાગઢના ભેસાણમાં સી.આર.પાટીલની હાજરીમાં કાર્યકર્તા સંમેલન યોજાશે. ભેસાણના લઉવા પટેલ સમાજ ખાતે આયોજિત સંમેલનમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના હોદેદારો સહિતના ઉપસ્થિત રહેશે. સી.આર.પાટીલ ઉમેદવાર કિરીટ પટેલ માટે વોટ માંગશે. વિસાવદર બાદ સી.આર.પાટીલ કડી જશે. કડી APMCમાં આયોજિત કાર્યકર્તા સભાને સી.આર.પાટીલ સંબોધન કરશે.                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget