Election:ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, 22 જૂને યોજાશે મતદાન
Gram panchayat Election: 5 હજાર 115 સરપંચોની બેઠક પર મતદાન થશે. 44 હજાર 850 વોર્ડ, 16 હજાર 500 મતદાન મથકો સજ્જ કરાયા છે.1 કરોડ 30 લાખથી વધુ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે.

Gram panchayat Election:ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. આજે છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા ઉમેદવારો, ટેકેદારોનો જમાવડો જામશે. આવતીકાલથી ઉમેદવારી ફોર્મની ચકાસણી શરૂ કરાશે.11 જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 11 જૂને ફોર્મ પરત ખેંચાયા બાદ કયાં ઉમેદવાર મેદાને છે તે ચિત્ર સ્પષ્ટ થશે. 22 જૂને 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે.
નોંધનિય છે કે, 5 હજાર 115 સરપંચોની બેઠક પર મતદાન થશે. 44 હજાર 850 વોર્ડ, 16 હજાર 500 મતદાન મથકો સજ્જ કરાયા છે. 28 હજાર 300 જેટલી મતપેટીઓ છે, 1 કરોડ 30 લાખથી વધુ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. 27 ટકા OBC અનામત લાગુ થયા બાદ પ્રથમવાર પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. કડીના બે તાલુકામાં અને વિસાવદરના ચાર તાલુકામાં પંચાયતની ચૂંટણી યોજાશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની કુલ 75 પંચાયતોની ચૂંટણી આમાં યોજાશે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી હતી
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં OBC માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. ત્યારે આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાવવામાં આવી હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા અધિકારીઓને આદેશ
અગાઉ રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા કલેકટરો, પ્રાંત અધિકારીઓને પત્ર લખીને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા આદેશ કર્યો હતો. જેમાં મતદાન મથકો મંજૂર કરવા અને તેની ચકાસણી કરી પ્રમાણપત્રો મેળવી લેવા આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ તે ઉપરાંત કલેકટરને લખાયેલા આ પત્રમાં ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના અનુભવી કર્મચારીની નિયુક્તિ કરવાની રહેશે.





















