(Source: ECI/ABP News/ABP Majha)
જગદીશ ઠાકોર આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળવામાં કરશે ભાજપની નકલ, જાણો રસપ્રદ વિગત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું છે.
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રાસના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આજે કાર્યભાર સંભાળશે. જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના 33મા પ્રમુખ તરીકે પદભાર સંભાળશે. અમદાવાદ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ સોમવારે બપોરે 12.39 કલાકે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે.
સામાન્ય રીતે ભાજપ 12.39 કલાકના વિજય મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરે છે. હવે કોંગ્રેસ પણ ભાજપપની નકલ કરીને જગદીશ ઠાકોરને બપોરે 12.39 કલાકે વિધિવત પદગ્રહણ કરાવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહેશે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આજે સવારે 12.00 વાગે નરોડા ખાતેના તેમના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરીને પ્રદેશ સમિતિ પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
લાંબી મથામણના અંતે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનુ સુકાન ઠાકોર નેતા જગદીશ ઠાકોરને સોપવા નિર્ણય કર્યો હતો. સિનિયર આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની વિધાનસભા વિપક્ષના નેતાપદે પસંદગી કરાઇ છે. આ પહેલાં દિપક બાબરિયાના નામની ચર્ચા હતી પણ તેમના નામ સામે વિરોધનો વંટોળ ઉઠતા હાઇકમાન્ડે નિર્ણય ફેરવવો પડયો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર સોમવારે પદગ્રહણ કરે પથી પ્રદેશ સમિતિ ખાતે અભિવાદન સમારોહ યોજાશે.