Limbadi : લકુલીશ યોગ યુનિવર્સિટીના પ્રણેતા સ્વામિ રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થયા, મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
લીંબડીના જાખણ ખાતે આવેલ રાજ રાજેશ્વર ધામના જય ભગવાન પૂ. રાજર્ષિ મુનિજી સ્વામી બ્રહ્મલીન થયા. મલાવ આશ્રમ ખાતે આજે સવારે અંતિમ દર્શન થશે.
સુરેન્દ્રનગરઃ લીંબડીના જાખણ ખાતે આવેલ રાજ રાજેશ્વર ધામના જય ભગવાન પૂ. સ્વામી રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થયા. મલાવ આશ્રમ ખાતે આજે સવારે અંતિમ દર્શન થશે. આવતી કાલે સવારે ૧૧ વાગ્યે રાજ રાજેશ્વર ધામ લીંબડી તાલુકાના જાખણ ખાતે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. પૂ. સ્વામીજી બ્રહ્મલીન થતાં ભકતોમાં શોકની લાગણી ફેલાઈ.
લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામિ રાજર્ષિ મુનિના બ્રહ્મલીન થયાના સમાચાર દુ:ખદ છે. તેઓએ વર્ષો સુધી યોગના સંવર્ધન અને વિકાસનું કાર્ય કર્યું. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
— Narendra Modi (@narendramodi) August 30, 2022
અગાઉ ઉચ્ચ અધિકારી રહેલા સ્વામી રાજર્ષિ મુનિ પરમ યોગી અને જીવન-સાધક હતા . તેઓ લકુલીશ ઈન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઈટમેન્ટ મિશન (લાઈફ મિશન) સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિના પુનરૂત્થાનનું કાર્ય કરી રહ્યા હતા . ૧૯૭૬થી આ સંસ્થા યોગ વિદ્યાલયો ચલાવે છે. સ્વામી રાજર્ષિ મુનિના માર્ગદર્શનમાં અત્યાર સુધી લાખો લોકો યોગ શીખ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે.
આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીં યોગ શીખવા માટે એક પણ પૈસો લેવામાં આવતો નથી. ગુજરાતમાં સ્થપાયેલી લકુલીશ યોગ યુનિવર્સિટીના તેઓ પ્રણેતા હતા .લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. સ્વામી રાજર્ષિ મુનિના પૂર્વાશ્રમની વાત કરીએ તો ૧૧મી ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ તેમનો જન્મ દેવીસિંહજી સામતસિંહજી જાડેજાના ઘરે પોરબંદરમાં થયો હતો. બે વર્ષ રહ્યા પછી તેઓ ૧૯૩૩માં પોતાના વતન શાપર ગામમાં આવી ગયા હતા. અહીં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ૧૯૩૮માં આગળ ભણવા તેઓ લીમડી ગામે ગયા હતા. રાજપૂત છાત્રાલયમાં રહીને તેઓ ભણ્યા હતા. ૧૯૪૬માં તેમણે મેટ્રિક્યુલેટ કર્યું હતું.મુંબઈની ડેક્કન કોલેજમાં તેમણે પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. ૧૯૫૩માં તેઓ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક થયા. એ પછી તેમણે પીએચડીની તૈયાર કરી હતી. જોકે ૧૯૫૪માં સૌરાષ્ટ્ર સરકારમાં જોડાયા.
૧૯૫૪થી ૬૨ સુધી તેમણે રાજ્ય સરકારના અધિકારી તરીકે સેવા બજાવી. ગુજરાત સરકાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરકારી અધિકારીઓને તેમણે તાલીમ આપી છે.આ દરમિયાન જ યોગ સાથે તેમનો નાતો જોડાયો. આગળ જતાં તેઓ યોગી બન્યા.૨૬મી જૂન, ૧૯૬૯ના રોજ સ્વામી કૃપાલ્વાનંદજીના સાનિધ્યમાં તેમણે મંત્રની શરૂઆત કરી. એ પછી તેમણે સતત ૧૫ મહિના સુધી જાપ અને પ્રાણાયામ કર્યા. સ્વામી રાજર્ષિ મુનિએ ૧૯૬૯થી આ સાધનાનો પ્રારંભ કર્યો. એ પછી તો ૨૪-૨૬ નવેમ્બર, ૧૯૭૦ દરમ્યાન તેમણે એક શિબિરમાં સ્વામી કૃપાલ્વાનંદજી પાસેથી શક્તિપાતની દીક્ષા લીધી.૧૧મી ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ તેમણે પોતાનું ઘર છોડી દીધું. થોડો સમય મલાવ રહ્યા. એ પછી સ્વામી કૃપાલ્વાનંદજી સાથે કાયાવરોહણ ગયા.
તેમના જન્મ દિવસે 13મી ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ તેમનો સન્યાસ શરૂ થયો અને તેમને નવું નામ મળ્યું સ્વામી રાજર્ષિ મુનિ.સ્વામી રાજર્ષિ મુનિએ સાધનાના માર્ગે ખૂબ પ્રગતિ કરી. એ સાથે સાથે તેમણે સંસ્થાને વૈશ્વિક વ્યાપ આપ્યો અને પ્રતિષ્ઠા પણ અપાવી. લકુલીશ આધ્યાત્મિક પરંપરાને તેમણે સમગ્ર વિશ્વમાં ઓળખ આપી છે. ૧૯૯૬માં તેમણે લાઈફ મિશન સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે અનેક આશ્રમો સ્થાપ્યા. મલાવ, કાયાવરોહણ, જાખણ, કંજેઠા, અશા, વઘાસિયા, ભેલા, નોર્થ કેરોલિના (અમેરિકા)માં આશ્રમો સ્થપાયા છે. હરિદ્વારમાં ભવ્ય ‘ભગવાન લકુલીશ યોગાશ્રમ’નું નિર્માણ થઈ રહ્યું છે.૧૯૭૬માં ગુરૂ સ્વામી કૃપાલ્વાનંદજીએ જોયેલું સ્વપ્ન પટ્ટશિષ્ય સ્વામી રાજર્ષિ મુનિએ ૨૦૧૩માં પૂરું કર્યું. અમદાવાદમાં એસ.જી. હાઈવે પર લોટસ વ્યુ સ્વરૂપે ઊભેલી ગૌરવવંતી લકુલીશ યોગ યુનિવર્સિટીની તેમણે સ્થાપના કરી. આ સંસ્થામાં અષ્ટાંગયોગના પદવી અભ્યાસક્રમ ઉપરાંત કર્મ, જ્ઞાન અને ભક્તિયોગનનું પણ શિક્ષણ અપાય છે.‘સાધુ તો ચલતા ભલા’ પ્રમાણે સ્વામી રાજર્ષિ મુનિ વારાફરતી રાજરાજેશ્વરધામ જાખણ, કાયાવરોહણ અને મલાવના આશ્રમોમાં નિવાસ કરતા રહેતા હતા..
Kutch Accident : નખત્રાણા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના 4ના મોત
કચ્છઃ નખત્રાણા નજીક રોડ પ૨ ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારનાં ચાર જણનાં મોત નીપજ્યા છે. નખત્રાણાના ધાવડા અને દેવપર વચ્ચે મધરાત્રે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં.
પ્રાથમિક માહિતી અનુસાર રોડ પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત. અક્સ્માતમાં મૃત્યુ પામેલ લોકો નખત્રાણાના હતા.
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?
વડોદરાઃ પાલડીના યુવાને કેનાલમા પડતુ મુકી જીવન ટુકાવ્યું છે. આર્થિક ખેંચના કારણે યુવાન માનસિક તણાવનો સામનો કરતો હતો. એકમાત્ર CNG રીક્ષાથી કુંટુંબનુ ભરણપોષણ કરતો હતો. જન્માષ્ટમીએ રિક્ષા પલટતાં યુવક માનસિક તણાવમાં આવ્યો હતો.એક માત્ર આજીવિકાનુ સાધન વારંવાર ખર્ચ કરાવતા યુવકને લાગી આવ્યુ.
નર્મદા કેનાલમા તણાવ અનુભવતા યુવકે મોતની છલાંગ લગાવી હતી.
બે સંતાનના પિતાએ ભરેલા પગલાથી પરિવારમા શોકનો માહોલ છે. નર્મદા કેનાલના ઊંડા પાણીમા ગરકાવ થતા જરોદ પોલીસ મથકે ફરીયાદ. યુવકનો ઊડા પાણીમા ગરકાવ થયા બાદ કોઈ પત્તો નહિ.