શોધખોળ કરો
જામનગરમાં કોરોના નહોતો એવી વ્યક્તિને દર્દી ગણીને ભરતી કરી દેવાયો, કેમ થયો આવો મોટો છબરડો ?
એડીશનલ કલેકટરે ફોન ઉપર વાત કર્યાં બાદ ભૂલ સુધારવામાં આવી હતી. રાત્રીના બે વાગ્યા સુધી ગડમથલ ચાલ્યા બાદ સ્પષ્ટતા થઇ છે.
જામનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. તેમજ ગુજરાતમાં હાલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આ મહામારીના સમયે જામનગરમાં કોરોના પોઝિટિવ કેસ જાહેર કરવામાં કાચું કપાયું હોવાનું સામે આવ્યું છે. નામ એક સરખા હોવાથી છબરડો થઈ ગયો હતો. તેમજ અન્ય વ્યક્તિને દાખલ કરી દીધો હતો. જોકે, આ અંગેની જાણ થતાં બાદમાં તંત્રએ સુધારો કર્યો હતો.
આ કેસમાં સરખા નામને કારણે ભૂલ થઇ હોવાનું સામે આવ્યું છે. એડીશનલ કલેકટરે ફોન ઉપર વાત કર્યાં બાદ ભૂલ સુધારવામાં આવી હતી. રાત્રીના બે વાગ્યા સુધી ગડમથલ ચાલ્યા બાદ સ્પષ્ટતા થઇ છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 33 દર્દીના મૃત્યુ થયા છે. આજે 455 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 18609 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1155એ પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈ કાલે નોંધાયેલ નવા કેસમાં અમદાવાદમાં 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, ભાવનગરમાં 2, બનાસકાંઠામાં 6, આણંદમાં 4, રાજકોટમાં 2, અરવલ્લીમાં 4, મહેસાણામાં 9, પંચમહાલમાં 3, ખેડા 4, સાબરકાંઠા 4, દાહોદ 4, નર્મદા 4, બોટાદ, જામનગર,ભરૂચ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બજેટ 2025
બિઝનેસ
બજેટ 2025
Advertisement