શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: આતંકીઓ સાથે અથડામણમાં ગુજરાતનો જવાન હરીશ પરમાર શહીદ, ગામમાં શોકનો માહોલ
ખેડાના કપડવંજના વણઝારીયા ગામનો જવાન જમ્મુમાં શહીદ થયો છે. 25 વર્ષીય હરીશ પરમાર નામના જવાને શહીદી વહોરી છે. હરીશ પરમાર શહીદ થતા પરિવાર સહિત સમગ્ર વણઝારીયા ગામમાં શોકનો માહોલ છે.
ખેડાના કપડવંજના વણઝારીયા ગામનો જવાન જમ્મુમાં શહીદ થયો છે. 25 વર્ષીય હરીશ પરમાર નામના જવાને શહીદી વહોરી છે. હરીશ પરમાર શહીદ થતા પરિવાર સહિત સમગ્ર વણઝારીયા ગામમાં શોકનો માહોલ છે. 2016માં હરીશ પરમાર ભારતીય સેનામાં જોડાયા હતા. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાના એવા વણઝારિયા ગામના આર્મીમાં ફરજમાં બજાવતા જવાને જમ્મૂ કાશ્મીરમાં શહાદત વહોરી લેતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
હરીશ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. હરિશ જમ્મૂ કાશ્મીરમાં તૈનાત હતા. અહીંના મછાલ સેકટરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં હરિશ શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. મા ભોમની રક્ષા કાજે દીકરાએ શહાદત વહોરી હોવાની પરિવાર અને ગ્રામજનોને જાણ થતા શોકનો માહોલ છવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion