શોધખોળ કરો

મોરબી બ્રિજ દુર્ઘટનામાં જયસુખ પટેલને બલિનો બકરો બનાવવામાં આવ્યાઃ કોંગ્રેસના ત્રણ પૂર્વ ધારાસભ્યોનો આરોપ

આ મામલે લલિત કગથરાએ કહ્યું કે, દુર્ઘટનાના SIT રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોંટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે.

Morbi Bridge Tragedy: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, લિલત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ નવા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

આ મામલે લલિત કગથરાએ કહ્યું કે, દુર્ઘટનાના SIT રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોંટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. SITએ માત્ર એક તરફી તપાસ કરી હોય તેવું લાગી રહ્યું છે. સાચી તપાસ કેમ નથી થઈ રહી તે સવાલ છે. જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. તમામ પાટીદાર સંસ્થાના વડીલોને મળીને આ મુદ્દે ચર્ચા કરીશું.

લલીદ કગથરાએ કહ્યું કે, પ્રેવા કંપનીએ કરારનું 100 ટકા પાલન થયું તો જયસુખ પટેલ કેવી રીતે દોશી ગણી શકાય. કલેકટરની સૂચના મુજબ એગ્રીમેન્ટના મુદ્દા નક્કી થયા હતા. મોરબી કલેકટર અને નગરપાલિકા પણ આ ગુના માટે જવાબદાર ગણાય. એગ્રીમેન્ટ ડ્રાફ્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તૈયાર કરાયો હતો, જેમાં બધા સહમત હતાં. સીટના રિપોર્ટ પ્રમાણે ફક્ત એરેવા બધી બાબતો માટે જવાબદાર કેમ? એગ્રીમેંટ મુજબ કલેકટર અને મોરબી નગરપાલિકા જવાબદાર કેમ નહિ?  ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે કંપનીના માલિકની ધરપકડ કરી છે. પોતાના ઉપર ના આવે એટલે સરકારી અધિકારીઓને બચાવ્યા છે. અગાઉ 2 વખત પુલનું સમારકામ કરાવ્યું ત્યારે તે કંપનીઓ પાસે પણ અનુભવ ના હતો છે. SITએ એકતરફી તપાસ કરી હોય તેવું લાગે છે. SOPમા ના હતા તેવા મુદ્દાની તપાસ SITએ કરી છે. ઑરેવા ગ્રુપ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલું છે. ઓરેવા ગ્રુપમાં સહકારથી ચૂંટાયેલા લોકો પણ આજે તેની સાથે નથી. ચૂંટણીના કારણે ઓરેવા ગૃપને હોળીનું નારિયેળ બનવવામાં આવ્યું છે. સરકાર તટસ્થ તપાસ કરે નહિ તો આંદોલન કરીશું. પાટીદારની ધાર્મિક સંસ્થાઓના આગેવાનોનું માર્ગદર્શન મેળવી આંદોલન કરીશું.

પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે sitના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. લલિત વસોયાએ કહ્યું કે, સરકારે જયસુખભાઇ સામે લગાવેલા ચાર્જ કલેકટર ઉપર પણ લાગવા જોઈએ. નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. ચૂંટણીના કારણે જયસુખભાઇને બલિનો બકરો બનાવવામાં આવ્યા છે. આગામી એક મહિનામાં મોરબી અથવા રાજકોટ ખાતે બેઠક મળશે. પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના વડીલોને પણ સાથે રાખીશું. આંદોલનની રણનીતિ ઘડી રણશિંગુ ફૂકવામાં આવશે.

લલિત કગથરાએ કહ્યું કે, આ મારા ત્રણ લોકોના મુદ્દા છે, આ કોંગ્રેસનું સ્ટેન્ડ નથી. પોલીસે અત્યારસુધી કલેકટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારનું નીચું ના દેખાય તે માટે જયસુખભાઇને હોળીનું નારિયેળ બનવાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget