શોધખોળ કરો

Nafed Election 2024: નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા

ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરો માટે મતદાન કર્યું છે. રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું છે.

Nafed Election 2024: દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની દિલ્લીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ)ની ચેરમેન તરીકે વરણઈ કરવામાં આવી છે. જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરો માટે મતદાન કર્યું છે. રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ભાજપ સાંસદ મોહન કુંડારીયા નાફેડની ડીરેક્ટરની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયાં હતા. ચૂંટણીમાં ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા હતા. અમરત દેસાઈ, મહેશ પટેલ, જશવંત પટેલ,મગન વડાવીયાએ ઉમેદવારી પત્રક પરત ખેચ્યું હતુ.

મોહન કુંડારીયાએ કહ્યું હતું કે મને તક આપવા બદલ પક્ષનો આભાર  માનું છું. મારા સહિત પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સમજૂતીથી ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે.

નાફેડની મંડળી વિભાગની ચૂંટણીમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા જાહેર કરાયા હતા.  મોહન કુંડારિયાની સાથોસાથ ફોર્મ ભરનારા અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે મોહન કુંડારિયા બિનહરિફ વિજેતા જાહેર થયા હતા.  નાફેડના મંડળી વિભાગમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા બનાવવા પક્ષ તરફથી પક્ષ તરફથી તમામને ઉમેદવારી પરત ખેંચવા પક્ષમાંથી મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી. તો જેઠાભાઈ ભરવાડ ફેડરેશન વિભાગમાં બિનહરીફ ડાયરેકટર બનવાનું પણ નક્કી છે. નાફેડના બોર્ડમાં જેઠાભાઈને મહત્વની જવાબદારી અપાય તેવો પણ તખ્તો ઘડાઈ રહ્યો છે.

નાફેડ માટે ભાજપના સાંસદ મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઈ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા, હિંમતનગરના મહેશભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. 15 મે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી.  જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે.  જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા.  ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. 

જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી  કરી હતી.  જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો.  સૂત્રો દ્વારા મળતી માહિતી મળી હતી કે ગુજરાતના 181માંથી  પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.                               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget