Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Junagadh Crime News: જુનાગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, શહેરમાં અભ્યાસ કરતી એક યુવતીને કેયુર નામના યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી
Junagadh Crime News: જુનાગઢમાં ફરી એકવાર શરમજનક કિસ્સો સામે આવ્યો છે, અભ્યાસ કરતી યુવતી સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે, આ બાબતે યુવતીએ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, જુનાગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, શહેરમાં અભ્યાસ કરતી એક યુવતીને કેયુર નામના યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી, લગ્નની લાલચ આપી હતી, આરોપીએ યુવતીને પોતાના ઘરે બોલાવીને અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. હવે આરોપીએ યુવતીને તેના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી છે, આ પછી યુવતીએ જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ ફરિયાદ નોંધાવી છે.
આ પહેલા ભરૂચમાં બન્યો હતો દુષ્કર્મ કેસ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં ૧૬ ડિસેમ્બરે એક ૧૦ વર્ષની બાળકી પર થયેલા ક્રૂર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. હવે આ ઘટનામાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ બાળકીનું આઠ દિવસની સારવાર બાદ વડોદરાની SSG હોસ્પિટલમાં મોત થયું છે.GIDCમાં આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતી આ બાળકી પર તેના પડોશમાં રહેતા વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મૂળ ઝારખંડનો વતની છે. દુષ્કર્મ પહેલાં આરોપીએ બાળકીના મોઢા પર પથ્થરથી વાર કરીને તેને લોહીલુહાણ કરી નાખી હતી અને ત્યારબાદ તેના ગુપ્તાંગમાં સળિયો નાખીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ક્રૂર કૃત્યને કારણે બાળકીની હાલત અત્યંત ગંભીર હતી અને તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની પ્રાથમિક સારવાર અને ઓપરેશન બાદ વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. બે દિવસમાં તેને ત્રણ યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું, પરંતુ તેના શરીર પર થયેલી ગંભીર ઈજાઓને કારણે તેનું શરીર સાથ આપી શક્યું નહીં અને આખરે તેણે દમ તોડ્યો હતો. SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે બાળકીને બપોરે બે વાગ્યે કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. ડોક્ટરોની ટીમે તેને સ્ટેબલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાંજે ૫:૧૫ વાગ્યે ફરીથી કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવતા સાંજે ૬:૧૫ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમમાં બાળકીના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ જવાને કારણે ઓર્ગન ફેલ થવાથી કાર્ડિયાક અટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો