શોધખોળ કરો

Crime News: નવસારીમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, મિત્ર એક્ટિવા પર રાત્રે અવાવરૂં જગ્યાએ લઇ ગ્યો ને....

Crime News: વડોદરા અને સુરત બાદ વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં ગઇકાલે એક દુષ્કર્મની ઘટના ઘટી છે

Crime News: વડોદરા અને સુરત બાદ વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં ગઇકાલે એક દુષ્કર્મની ઘટના ઘટી છે, જેમાં 15 વર્ષીય સગીરા સાથે યુવકે મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. આ મામલે હાલમાં વિજલપોર પોલીસ સ્ટેશનમાં પૉક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

નવસારીમાં હાલમાં બનેલી ઘટનાથી પોલીસ તંત્ર એલર્ટ મૉડમાં આવી ગયું હતું અને ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો હતો. વિજલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, ગઇકાલે રાત્રીના સમયે 15 વર્ષીય સગીરાને આરોપી યુવક રોહિત દેશનાભાઈ પેંડાઘર તેની એક્ટિવા પર બેસાડીને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જ્યાં સગીરા પર દુષ્કર્મ આચરીને તેને તેના ઘર પાસે ઉતારીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ પીડિત સગીરાએ પોતાના પરિવારને જાણ કરતાં પરિવારે વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી યુવક રોહિત દેશનાભાઈ પેંડાઘર અને પીડિતા વચ્ચે પ્રેમ સંબંધો હતા, પોલીસે પૉક્સો એક્ટ હેઠળ આરોપી રોહિત દેશનાભાઇ પેંડાઘર વિરૂદ્દ ફરિયાદ નોંધીને ધરપકડ કરી લીધી હતી. તપાસમાં પોલીસે એફએસએલની મદદ પણ લીધી છે.

મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

ઉત્તર પ્રદેશના  આગ્રામાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે જણાવ્યું કે એક શિક્ષિકાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવા અને તેને બ્લેકમેઇલ કરવાના આરોપમાં ચાર વિદ્યાર્થીઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મથુરાની એક શાળામાં કાર્યરત મહિલા શિક્ષિકા આગ્રાના 10મા ધોરણના એક વિદ્યાર્થીને વધારાના પાઠ શીખવી રહી હતી, જે પોતાના અભ્યાસમાં સંઘર્ષ કરી રહ્યો હતો. અમર ઉજાલાના અહેવાલ અનુસાર, ધીરે ધીરે વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકા સાથે નજીકના સંબંધો બનાવ્યા હતા અને છુપી રીતે પોતાના ફોન પર તેનો એક અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. પછી તે વીડિયોનો ઉપયોગ કરીને જબરદસ્તીથી જાતીય સંબંધો બનાવવા માટે બ્લેકમેઇલ કરવા લાગ્યો. જ્યારે શિક્ષિકાએ પોતાને તેનાથી દૂર કરી લીધી અને તેનો નંબર બ્લોક કરી દીધો, ત્યારે વિદ્યાર્થીએ પોતાના ગામમાં પોતાના ત્રણ મિત્રોને અશ્લીલ વીડિયો મોકલીને મામલાને વધુ વણસાવ્યો. આ મિત્રોએ વીડિયોને આગળ શેર કર્યો, તેને વોટ્સએપ પર ફેલાવ્યો. એટલું જ નહીં વાયરલ કરવા માટે એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ બનાવી દીધું. શરમિંદા થઈને શિક્ષિકાએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, પરંતુ અંતે મિશન શક્તિ અભિયાન કેન્દ્રથી મદદ માંગી. સમર્થન મળ્યા પછી, તેણે મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો.

આ પણ વાંચો

Surat: સુરતમાં વધુ એક દુષ્કર્મ, માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી સંબંધીએ જ બાળકીને પીંખી નાંખી  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

bypoll: કોંગ્રેસે પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત, વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
bypoll: કોંગ્રેસે પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત, વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
Medicine Price Hike: જરૂરી દવાઓ થઇ મોંઘી, 50 ટકા સુધી કિંમતમાં થઇ શકે છે વધારો, કેટલી થશે અસર?
Medicine Price Hike: જરૂરી દવાઓ થઇ મોંઘી, 50 ટકા સુધી કિંમતમાં થઇ શકે છે વધારો, કેટલી થશે અસર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ ક્યાં સુધી ભરીશું ટોલ?Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાનું ભૂતKutch Heavy Rains | કચ્છમાં વરસી આકાશી આફત!, પાણીના ધસમસતા પ્રવાહમાં ફ્રિજ તણાયુંGujarat Nagar Palika Election 2024 | નગરપાલિકાઓની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
bypoll: કોંગ્રેસે પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત, વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
bypoll: કોંગ્રેસે પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત, વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
Medicine Price Hike: જરૂરી દવાઓ થઇ મોંઘી, 50 ટકા સુધી કિંમતમાં થઇ શકે છે વધારો, કેટલી થશે અસર?
Medicine Price Hike: જરૂરી દવાઓ થઇ મોંઘી, 50 ટકા સુધી કિંમતમાં થઇ શકે છે વધારો, કેટલી થશે અસર?
SCO Summit 2024: SCO સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા વિદેશમંત્રી એસ જયશંકર
SCO Summit 2024: SCO સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા વિદેશમંત્રી એસ જયશંકર
India Canada Relations: ભારત સાથે વિવાદ કેનેડાને કેટલો પડી શકે છે ભારે? જાણો શું થઇ શકે છે અસર?
India Canada Relations: ભારત સાથે વિવાદ કેનેડાને કેટલો પડી શકે છે ભારે? જાણો શું થઇ શકે છે અસર?
IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન
IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન
Kutch:  કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Kutch: કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Embed widget