શોધખોળ કરો
જૂનાગઢમાં જમીન વિવાદ મુદ્દે ઉપવાસ પર બેઠેલા દલિત યુવકે પીધી ઝેરી દવા, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

જૂનાગઢ: જૂનાગઢ માંગરોળના શાંઢા ગામના દલિતો છેલ્લા 5 દિવસ થી જમીન વિવાદ ના મુદ્દે જીલ્લા કલેકટર કચેરી સામે ધરણા ઉપર ઉતારી ગયા છે, ત્યારે હજુ સુધી વહીવટી તંત્ર તરફથી સંતોષ કારક જવાબ નહિ મળતા છાવણી માં ધરણા કરી રહેલ પરબત પરમાર નામના વ્યક્તિ એ ઝેરી દવા પી લઈને આપઘાત ની કોશિશ કરી હતી અને દલિતો ગુસ્સે ભરાયા હતા અને કલેકટર કચેરી સામે હોબાળો મચાવીને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જોકે પોલીસે તુરંત દોડી આવી હતી અને મામલો શાંત કર્યો હતો અને ઝેરી દવા પીનાર વ્યક્તિ ને જૂનાગઢ ની સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખેસડવા માં આવ્યો છે.
વધુ વાંચો





















