છેલ્લા છ કલાકમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યુ, માંગરોળમાં સૌથી વધુ 11.5 ઇંચ વરસાદ ખાબક્યો
પાટણ-વેરાવળમાં છ કલાક ચાર ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડના વાપીમાં છ કલાકમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે.
Rain In Gujarat: આજે જૂનાગઢ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ભારે વરસાદને પગેલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. આજે બપોરે 12 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે જેમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવો ઘાટ ઘડાયો છે. આવો જાણીએ બપોરે 12 કલાક સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. આ તમામ આંકડા છેલ્લા છ કલાકના છે.
છેલ્લા છ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
માંગરોળમાં છ કલાકમાં સાડા અગિયાર ઈંચ વરસાદ
માળીયા હાટીનામાં છ કલાકમાં સાડા છ ઈંચ વરસાદ
પાટણ-વેરાવળમાં છ કલાક ચાર ઈંચ વરસાદ
વલસાડના વાપીમાં છ કલાકમાં ચાર ઈંચ વરસાદ
કેશોદમાં છ કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
સોજીત્રામાં છ કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
ઉમરેઠમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
જૂનાગઢમાં છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ
સુત્રાપાડામાં છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ
તારાપુરમાં છ કલાકમાં અઢી ઈંચ વરસાદ
સુરતના ચોર્યાસીમાં છ કલાકમાં બે ઈંચ વરસાદ
કપરાડામાં છ કલાકમાં બે ઈંચ વરસાદ
હાંસોટમાં ચાર કલાકમાં બે ઈંચ વરસાદ
વંથલીમાં છ કલાકમાં બે ઈંચ વરસાદ
આણંદમાં છ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ
ધ્રોલમાં છ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ
માતરમાં ચાર કલાકમાં દોઢ ઈંચ વરસાદ
ડેસરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ
પારડીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ
વસોમાં છ કલાકમાં સવા ઈંચ વરસાદ
કાલાવડમાં છ કલાકમાં એક ઈંચ વરસાદ
કોડીનારમાં છ કલાકમાં એક ઈંચ વરસાદ
નડીયાદ અને વાગરામાં એક એક ઈંચ વરસાદ