Junagadh: ગુજરાતમાં કયા બે નેતાઓએ મહિલાઓને ફ્રીમાં 'ધ કેરળ સ્ટૉરી' બતાવવાનો કર્યો નિર્ણય, કઇ તારીખથી શરૂ થશે ફ્રી શૉ
દેશભરમાં 5મી મેએ થિએટરોમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી' સતત વિવાદો વચ્ચે ઘેરાયેલી રહી છે,
Junagadh: દેશભરમાં 5મી મેએ થિએટરોમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી' સતત વિવાદો વચ્ચે ઘેરાયેલી રહી છે, હવે આ 'ધ કેરળ સ્ટૉરી' ફિલ્મને ગુજરાતમાં બે નેતાઓએ લોકોને વિનામૂલ્યે બતાવવાની જાહેરાત કરી છે. માહિતી પ્રમાણે, ભાજપના એક સાંસદ અને એક ધારાસભ્યએ આની જાહેરાત કરી છે.
માહિતી પ્રમાણે, ગુજરાતના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા અને સાંસદ રાજેશ ચૂડાસમાએ આ ફિલ્મને કરમુક્ત કરવાની માંગ કરી હતી, આ માટે બન્ને નેતાઓએ સીએમને પત્ર પમ લખ્યો હતો. ગુજરાતમાં આગામી 11 થી 19 મે સુધી ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી'ને મહિલાઓ માટે વિનામૂલ્યે બતાવવામાં આવશે. આ શૉનું આયોજન આ દિવસ દરમિયાન બપોરે 12 થી 3 વાગ્યા કરવામાં આવ્યુ છે. મહિલાઓ આ શૉને ફ્રીમાં જૂનાગઢના સુરજ મલ્ટીપ્લેક્સમાં જોઇ શકશે.
The Kerala Story: 'The Kerala Story' ઉત્તરપ્રદેશમાં થશે ટેક્સ ફ્રી, CM યોગી આદિત્યનાથ મંત્રિમંડળ સાથે જોઇ શકે છે ફિલ્મ
The Kerala Story: ફિલ્મ ‘The Kerala Story’ ને લઈને ઘણી રાજનીતિ ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે કેટલાક તેને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન, હવે તેને ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથે પોતે ટ્વિટ કરીને ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની વાત કરી છે. મંગળવારે (9 મે) ના રોજ CM તેમની આખી કેબિનેટ સાથે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મ જોઈ શકે છે. અગાઉ આ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. સીએમ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
'The Kerala Story' उत्तर प्रदेश में टैक्स फ्री की जाएगी।
— Yogi Adityanath (@myogiadityanath) May 9, 2023
સીએમ યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કર્યું હતું કે રાજ્યમા The Kerala Story ને ટેક્સ ફ્રી કરવામાં આવશે. ટ્રેલર લોન્ચ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. જો કે તમામ વિવાદો વચ્ચે ઘણા રાજ્યોએ તેને ટેક્સ ફ્રી કરી દીધી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે (6 મે) ફિલ્મ The Kerala Story ને રાજ્યમાં ટેક્સ ફ્રી બનાવવાની જાહેરાત કરી હતી. તમિલનાડુમાં પણ સિનેમા હોલ દ્વારા ફિલ્મ પ્રદર્શિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ ઉઠી રહી છે. મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દુ સકલ સમાજનું કહેવું છે કે લવ જેહાદની આખી પ્રક્રિયા The Kerala Story દ્વારા લોકોની સામે આવી છે. એવી અપેક્ષા છે કે સીએમ એકનાથ શિંદે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરશે. The Kerala Story કેરળ રાજ્યની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે.
રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો શું અર્થ?
નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ કહી ચૂક્યા હતા કે જો આ અંગે કોઈ દરખાસ્ત આવશે તો રાજ્ય સરકાર ફિલ્મને ટેક્સ ફ્રી કરશે. જ્યારે કોઈ રાજ્યમાં કોઈ ફિલ્મને કરમુક્ત બનાવવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે સંબંધિત રાજ્યની સરકાર તે ફિલ્મની ટિકિટના વેચાણ પર GSTનો પોતાનો હિસ્સો વસૂલશે નહીં.
The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી'ના ડિરેક્ટર સુદીપ્તો સેનને મળી ધમકી, પોલીસે ક્રૂ મેમ્બર્સને પૂરી પાડી સુરક્ષા
Threat To Director Of The Kerala Story: ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને લઈને દેશના ઘણા ભાગોમાં વિવાદ ચાલુ છે. આ કારણે જ્યારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો તમિલનાડુમાં શો રદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન હવે ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેનને અજાણ્યા નંબર પરથી ફોન કરીને ઘરની બહાર ન જવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ના દિગ્દર્શક સુદીપ્તો સેનને એકલા ઘરની બહાર ન નીકળવાની ધમકી આપવામાં આવી હતી અને એમ પણ કહ્યું હતું કે તેણે આ સ્ટોરી બતાવીને સારું કર્યું નથી. આવી સ્થિતિમાં પોલીસ દ્વારા ફિલ્મના ક્રૂ મેમ્બર્સને સુરક્ષા આપવામાં આવી છે. જો કે હજુ સુધી પોલીસને લેખિત ફરિયાદ મળી ન હોવાથી આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.