શોધખોળ કરો
જૂનાગઢઃ ભાજપના મહિલા કોર્પોરેટના પતિનું કોરોનાથી નિધન, જાણો વિગત
જાણીતા એડવોકેટ અને બાર એસોશિએશનના પૂર્વ ઉપ પ્રમૂખ પરેશભાઈ જોષીનું નિધન કોરોનાથી નિધન.

જૂનાગઢઃ ભાજપના મહિલા કોર્પોરેટર આરતી બેનના પતિ પરેશભાઈ જોષીનું કોરોનાથી નિધન થયું છે. જાણીતા એડવોકેટ અને બાર એસોશિએશનના પૂર્વ ઉપ પ્રમૂખ પરેશભાઈ જોષીનું નિધન કોરોનાથી નિધન થતાં સમસ્ત બ્રહ્મસમાજ, એડવોકેટ વર્તુળમાં અને સ્થાનિક ભાજપમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરેશભાઈ જોષીના પત્ની આરતીબેન જોષી મનપામાં ભાજપના વોર્ડ નંબર-૧૦ના કોર્પોરેટર છે. પરેશભાઈ જોષી જીલ્લા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ અને સિનિયર એડવોકેટ હતા. બે દિવસ અગાઉ તબિયત સારી ન હોવાથી સિવિલમાં સારવાર હેઠળ હતા અને કોરોના પોઝીટીવ આવ્યો હતો.
વધુ વાંચો





















