Kadi and Visavadar bypolls: વિસાવદર પેટાચૂંટણીને લઈ ભાજપનું વિજય સંકલ્પ સંમેલન, કિરીટ પટેલને જંગી બહુમતીથી જીતાડવા CMની અપીલ
Kadi and Visavadar bypolls: કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રવિવારે મોડીરાત્રે કડી બેઠક પર ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા

Background
Kadi and Visavadar bypolls: વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. વિસાવદર બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસે નીતિન રાણપરિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે
કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રવિવારે મોડીરાત્રે કડી બેઠક પર ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કડીથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા હતા તો ભાજપે રાજેન્દ્ર ચાવડાને ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા. વિસાવદરથી ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને મેદાનમા ઉતાર્યા છે. 19 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. 23 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બંનેએ રવિવારે મોડી રાત્રે કડી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં ભાજપે રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે. ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ટિકિટ આપી છે. વિસાવદર માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા મજબૂત દાવેદાર ગણાતા હોવા છતાં ભાજપે નવા જ ઉમેદવારને ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા. લેઉવા પટેલ સંસ્થાઓ સાથે નીતિન રાણપરિયા સંકળાયેલા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે.
ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત
ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. સરપંચ અને ગ્રામ્ય પંચાયતના સભ્યો માટે નવ જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 મીએ જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન છે. રાજ્યની 8 હજાર 326 ગ્રામ પંચાયતની ચૂંટણી પર 22 જૂને મતદાન થશે. જ્યારે 25 જૂને મતગણતરી હાથ ધરાશે. સરપંચ બેઠકની સામાન્ય કેટેગરી માટે 2 હજાર રૂપિયા ડિપોઝિટ અને અનામત કેટેગરી માટે એક હજાર ડિપોઝિટ પેટે ભરવાના રહેશે. તેમજ વોર્ડના સભ્યની સામાન્ય કેટેગરી માટે 1 હજાર ડિપોઝિટ અને અનામત કેટેગરી માટે 500 રૂપિયા ડિપોઝિટ પેટે ભરવાના રહેશે. ઉમેદવારી ફોર્મ જે તે તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે સવારે 11:00 વાગ્યાથી બપોરે 03:00 વાગ્યા સુધી ભરી શકાશે. હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો અને હલચલ પણ જોવા મળી રહી છે.
વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવારે નીતિન રાણપરિયાએ ભર્યું ઉમેદવારી પત્ર
વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવારે નીતિન રાણપરિયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરેશ ધાનાણી, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. ડમી ઉમેદવાર તરીકે કોંગ્રેસે લલિત વસોયા અને ચંદ્રિકાબેન વાડોદરિયાએ ફોર્મ ભર્યું હતું.
વિસાવદરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ભર્યું ઉમેદવારી પત્ર
વિસાવદરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કિરીટ પટેલે ફોર્મ ભર્યું હતું. ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય રિબડીયા પણ હાજર રહ્યા હતા. કિરીટ પટેલે ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.





















