શોધખોળ કરો

Banaskantha:  કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના આકરા તેવર, અધિકારીઓને  ખખડાવ્યા

કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના આકરા તેવર જોવા મળ્યા છે.  મામલતદાર કચેરી ખાતે સંકલન મીટીંગમાં વિધુત બોર્ડના અધિકારીઓનો ઉધડો લીધો.

બનાસકાંઠા:   કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના આકરા તેવર જોવા મળ્યા છે.  મામલતદાર કચેરી ખાતે સંકલન મીટીંગમાં વિધુત બોર્ડના અધિકારીઓનો ઉધડો લીધો. વીજળીની વારંવાર થતી ટ્રીપ મામલે વિધુત બોર્ડના કર્મચારીઓને ખખડાવ્યા હતા. અમૃતજી ઠાકોરે કહ્યું કે  ખેડૂત પુત્ર હોવાના નાતે ખેડૂતોની સમસ્યા હું સારી રીતે જાણું છું.  યુજીવીસીએલના બેદરકાર કર્મચારીઓના કારણે ખેડૂતોને ભોગવવું પડે છે. 

Gujarat: યુવતીએ નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની કરી નાખી હત્યા અને પછી....

જેતપુરપાવી તાલુકામાં ગત સપ્તાહમાં તેજગઢ પાસે રાયપુર કેનાલમાંથી મળેલા મૃતદેહને લઈ હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને લઈને ચોંકવાનારો  ખુલાસો થતાં પોલીસે પ્રેમીકા અને નવા પ્રેમીની ધરપકડ કરી છે. 

પોલીસ મુજબ મોટી દુમાલીના 27 વર્ષીય યુવાન નિલેશભાઈ ઈસાકભાઈનોનો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. નિલેશનો મૃતદેહ હોવાની જાણ થતાં મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તારીખ 26 એપ્રિલ 2023ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અકસ્માતે મોત થયું હોવાની નોંધ કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં અઠવાડિયા પહેલા તેજગઢ પાસે આવેલી રાયપુર કેનાલ પાસેથી એક મૃતદેહ મળ્યો હતો. જેમાં યુવકની હત્યા કરીને લાશને પાણીમાં ફેંકી દેવાઈ હોવાના પ્રાથમિક અંદાજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે સમગ્ર હત્યામાં આરોપી બીજુ કોઈ નહીં પરંતુ યુવકની પ્રેમિકા જ હોવાનું સામે આવ્યું છે. 

યુવતીએ  પોતાના નવા પ્રેમી સાથે મળીને યુવકની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી. પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડ્યા છે. તો એક બાળકના પિતા અને પરિવારનું ગુજરાન ચલાવનાર નિલેશ રાઠવાની હત્યાથી મોટી દુમાલી ગામે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિજનો આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે.

જુગાર ક્લબમાં તોડકાંડ, ક્રાઈમ બ્રાંચના PI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ

પોરબંદર નજીકના ઓડદર ગામેથી  ઝડપાયેલા જુગારધામ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાંચના PI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા પોરબંદર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો  છે. જેમાં PI હાર્દિક શ્રીમાળી અને હેડ કોન્સ્ટેબલ હરેશ આહીરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે તપાસ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા દ્વારા વેરાવળ એસપીને સોંપવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર ઓડદર ગામે ઝડપાયેલી જુગારની ક્લબમાં લોકલ ક્રાઈમ બ્રાંચના PI અને હેડ કોન્સ્ટેબલે મોટાપાયે તોડ કર્યો હોવાનું સામે આવ્યુ હતુ. વેરાવળ ડીવાયએસપીની તપાસમાં સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.

પોરબંદરમાં જિલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે કાર્યવાહી કરી હતી. ઓડદર ગામની સીમમાં ચાલતા જુગારના મિની ક્લબ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરી હતી સાથે જ મોબાઇલ, વાહન, અને રોકડ રકમ સહિત 12.55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતા. જુદા-જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દરોડામાં જોડાયા હતા. જુગારધામ ઝડપી પાડ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
Embed widget