(Source: ECI/ABP News/ABP Majha)
Dwarka: જાણો વિધાનસભામાં હાર બાદ ગુજરાત કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું
દ્વારકા: વિધાનસભા ચૂંટમીમાં હાર બાદ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. કાલાવડ જિલ્લા પંચાયતના સદસ્ય કે.ડી કરમુરે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. કે.ડી. કરમુરે સોશિયલ મીડિયામાં આ અંગે માહિતી આપી છે.
દ્વારકા: વિધાનસભા ચૂંટમીમાં હાર બાદ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. કાલાવડ જિલ્લા પંચાયતના સદસ્ય કે.ડી કરમુરે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. ભાણવડ તાલુકાના મોટા કાલાવડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના સદસ્ય અને લોકસેવાના કાર્યો કરનાર કે.ડી કરમુરે અચાનક જ રાજીનામું ધરી દીધું છે. ખંભાળિયા બેઠક પર વિક્રમ માડમની હાર બાદ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. કે.ડી. કરમુરે સોશિયલ મીડિયામાં આ અંગે માહિતી આપી છે. જોકે કે ડી કરમૂરનો સંપર્ક થઈ શક્યો નથી.
અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે ભાજપમાં જોડાશે
અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે ભાજપમાં જોડાશે. વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે ભાજપમાં જોડાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ભાજપને પહેલા પણ સમર્થન હતું અને અત્યારે પણ છે. ધવલસિંહ અને માવજીભાઇ ભાજપમાં જોડાશે કે નહીં તેની મને ખબર નથી. ધાનેરાના અપક્ષ ધારાસભ્ય પણ અગાઉથી ભાજપના સમર્થનમાં છે. માવજી દેસાઇએ અપક્ષ ઉમેદવારી કરી ત્યારે જ જીતીને ભાજપમાં જોડાવાની વાત કરી હતી. ભાજપના નેતૃત્વ અને નીતિથી પહેલાથી જ પ્રભાવિત હોવાની વાત માવજીભાઇ કરી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ત્રણ અપક્ષે ગુપ્ત બેઠક કરતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બાયડથી વિજેતા બનેલા ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ અને ધાનેરાના માવજીભાઈ દેસાઈએ ગુપ્ત બેઠક કરી હતી.
ગુજરાતમાં નવી સરકાર બને તે અગાઉ આવ્યા મોટા સમાચાર
ગઈકાલે ગુજરાતમાં નવી સરકારની શપથવિધી થવાની છે. જોકે આ બધાની વચ્ચે એક સમાચારના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આદ આદમી પાર્ટીના ઉમેદવાર અને વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી બીજેપીમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી. તમને જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીમાં ભુપત ભાયાણીએ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા હર્ષદ રિબડીયાને 7 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
હવે ભાજપમાં જોડાવાની અફવા અંગે ભુપત ભાયાણીએ એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. ભુપત ભાયાણીએ ભાજપમાં જોડાવા અંગે નરો વાં કુંજરવાં જેવો જવાબ આપ્યો છે. ભુપત ભાયાણીની ભાજપમાં જોડાવા અંગે 'જો અને તો 'વાત સામે આવી છે. તેમણે કહ્યું કે, જો મારા વિસ્તારની જનતા કહેશે તો હું ભાજપમાં જોડાઈશ.
તમણે વધુમાં કહ્યું કે, હું મારા કામથી અહીંયા ગાંધીનગર આવ્યો હતો. મેં કંઈ વિચાર્યું નથી કંઈ નિર્ણય નથી લીધો. મારા વિસ્તારનું ભલું કેવી રીતે થાય તેવું હું વિચારીશ. મારા સમર્થકો કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે મળીને નિર્ણય લેવાનો છું. મે લોકડાઉનનો ભંગ કર્યો હતો એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ હું રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હતો. હું બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર રહ્યો છું. ભાજપે મને કોઈ ઓફર કરી નથી. મારી જનતાને મળીને હું નિર્ણય લઈશ. મારા મનમાં નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને પાટીલ પ્રત્યે લાગણી છે.