શોધખોળ કરો
Advertisement
નગર પાલિકાની ચૂંટણી પહેલા જ જૂનાગઢ ભાજપમાં ભૂકંપ, કયા દિગ્ગજ નેતાએ ભાજપમાંથી આપી દીધું રાજીનામું?
કેશોદ પાલિકાની ચુંટણીને લઇને રાજકિય ભૂકંપ સર્જાયો છે. કેશોદ પાલીકા પુર્વ પ્રમુખ યોગેશભાઇ સાવલિયાએ રાજીનામું આપ્યું છે.
જૂનાગઢઃ ગુજરાતમાં આવતી કાલે 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણી પહેલા જ જૂનાગઢ ભાજપમાં ભૂંકપ આવ્યો છે. કેશોદ ભાજપમાં ભંગાણ થયું છે. કેશોદમાં ચુંટણી ના પડઘમ બંધ થતાં જ નગર પાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું છે.
કેશોદ પાલિકાની ચુંટણીને લઇને રાજકિય ભૂકંપ સર્જાયો છે. કેશોદ પાલીકા પુર્વ પ્રમુખ યોગેશભાઇ સાવલિયાએ રાજીનામું આપ્યું છે. 1992થી ભાજપ સંગઠન સાથે રહી ચુકેલા પ્રમુખે ભાજપને અલવિદા કહી દીધું છે. પ્રમુખે ભાજપ શહેરના નવા સંગઠનના હાદ્દેદારો પર ટીકીટની વહેંચણીને લઇને વહીવટી પ્રક્રિયામાં ગોલમાલના આક્ષેપ કર્યા છે.
નવા સંગઠનના હોદ્દેદારો પર એસીબી તપાસ ચાલું હોય તેમ છતાં તેમને હોદ્દા અપાતાં પ્રમુખે રોષ વ્યક્ત કર્યો છે. ધારાસભ્ય સહિત અનેક રાજકિય નેતાઓ અને વેપારીઓએ પ્રમુખને રાજીનામું આપતા પ્રમુખને રોકવાના પ્રયાસો કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement