(Source: ECI/ABP News/ABP Majha)
Junior Clerk Paper Leak: જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ, આરોપી કેતન બારોટની કુંડળી આવી સામે
Junior Clerk Paper Leak: જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવી છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસની પકડમાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
Junior Clerk Paper Leak: જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવી છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસની પકડમાં આવ્યો હોવાની વાત સામે આવી છે. ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ છે. બોગસ એડમિશન મામલે કેતન બારોટ જેલમાં રહી ચુક્યો છે. પેપર લીકનો આરોપી દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે. દિશા ઇંજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધો ચલાવતો હોવાની વાત સામે આવી છે. બાયડ અને અમદાવાદ ખાતે તેમની સંપત્તિ હોવાની વાત સામે આવી છે. હાલમાં ગુજરાત એટીએસ પૂછપરછ કરી રહી છે.
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાના અહેવાલ મળ્યાં છે. આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે.
ઉલ્લેખનિય છે કે, કોરોનાના બે વર્ષ બાદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષાનું આયોજન કરાયું છે. 29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. જેના માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી.
લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.
રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે.