News: થર્ટી ફર્સ્ટની રાત્રે અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી પિસ્તોલ સાથે બે શખ્સો પકડાયા, ખેડા પોલીસે કબજે કર્યો 9 લાખનો મુદ્દામાલ
ગઇ કાલે રાત્રે ગુજરાતભરમાં લોકોએ ધામધૂમથી 31 ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરી, જોકે સમગ્ર ગુજરાત પોલીસ પણ આ મામેલ સતર્ક જોવા મળી હતી
Kheda Crime News: ગઇ કાલે રાત્રે ગુજરાતભરમાં લોકોએ ધામધૂમથી 31 ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરી, જોકે સમગ્ર ગુજરાત પોલીસ પણ આ મામેલ સતર્ક જોવા મળી હતી. હાલમાં જ માહિતી છે કે, ખેડા પોલીસે થર્સ્ટ ફર્સ્ટની ઉજવણીમાં કોઇ ગેરરીતિ ના થયા તે માટે વાહન ચેકિંગની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં મોટી સફળતા ઇન્દોર અને અમદાવાદ હાઇવે પર મળી હતી, અહીંથી પોલીસને મોટા પ્રમાણમાં ગેરકાયદે મુદ્દામાલ સહિત એક આરોપી ઝડપાયો હતો.
મળતી માહિતી પ્રમાણે, ખેડા પોલીસે થર્ટી ફર્સ્ટના દિવસે સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી, આ સિલસિલામાં ગઇકાલે મોડી રાત્રે 31 ડીસેમ્બરના ચેકીંગમાં ખેડા પોલીસને મોટી સફળતા મળી હતી. ખરેખરમાં, ઇન્દોર-અમદાવાદ હાઇવે પર આવેલી મહારાજના મુવાળા ચેકપોસ્ટ ઉપર પિસ્તોલ સાથે બે શખ્સ પકડાયો હતો. વાહન ચેકીંગ દરમિયાન જીપ કંપાસ કારમાંથી 1 પિસ્તોલ સાથે 9 જીવતા કારતુસ પકડાયા હતા. આ દરમિયાન સેવાલીયા પોલીસે કાર સાથે બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા અને હાલમાં તેમની પર કાર્યવાહી હાથ ધરાઇ છે. પકડાયેલા આ આરોપીઓ મધ્યપ્રદેશના જાંબુવાથી અમદાવાદ તરફ જઇ રહ્યાં હતા. ખેડા પોલીસે આ કાર્યવાહીમાં 9,36,500નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
જામનગરમાં યોગી સ્ટાઇલ, જમીન માફિયા રઝાકના બે માળના ઘર પર ફેરવાયુ બૂલડૉઝર, શહેરમાં કરતો ફરતો હતો દાદાગીરી
ગુજરાતમાં પણ હવે માફિયાઓ વિરૂદ્ધ સરકાર કડક હાથે કામ લઇ રહી છે, રાજ્યના જામનગરમાં આજે કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાના વિરૂદ્ધ તંત્રએ તાબડતોડ એક્શન લેતા આજે તેના ગેરકાયદે બંગલા પર બૂલડૉઝર ફેરવી દીધુ છે, આ ઘટનાની તસવીરો હાલમાં જ સામે આવી છે. સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, જામનગરના કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાના પર હવે યોગી સ્ટાઇલમાં બૂલડૉઝર એક્શન લેવાઇ છે. શહેરના બેડી વિસ્તારમાં આવેલા રઝાક સાઇચાનાના ઘર પર આજે સવારે તંત્ર દ્વારા બૂલડૉઝર ફેરવવામાં આવ્યુ હતુ. આ એક્શન રઝાક સાઇચાના પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ લેવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.
કહેવાઇ રહ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાના શહેરમાં અનેક પ્રકારના ગેરકાયદે ધંધા કરી રહ્યો હતો, અને શહેરની ભોળી ભાલી જનતાને હેરાન પરેશાન કરવાની સાથે સાથે ધાક અને ધમકીઓ પણ આપતો હતો. જોકે, આ વાત રાજ્ય સરકાર પાસે પહોંચતા જે એક્શન લેવાનુ શરૂ કરાયુ હતુ. રઝાક સાઇચાનાની વિરૂદ્ધમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઇ હતી જે પછી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા હતા, અને આજે આ આદેશ અંતર્ગત રઝાક સાઇચાનાના શહેરના બેડી વિસ્તારમા આવેલા બંગલાને તોડી પડાયો હતો. બેડી વિસ્તારમાં આવેલો રઝાક સાઇચાનાનો આ બંગલો સરકારી જમીન પર બનાવવામાં આવ્યો હતો, અને તેના વિરૂદ્ધ ફરિયાદો ઉઠી હતી. ખાસ વાત છે કે, આજે સવારે તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને તાબડતોડ એક્શન લીધી હતી, વહેલી સવારે જ બે બૂલડૉઝર અને ટીમ સાથે પહોંચેલી તંત્રની ટીમે કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાનાના બે માળના ગેરકાયદે બંગલાને તોડી પાડ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગુંડા તત્વ રઝાક સાઇચાના છેલ્લા કેટલાય સમયથી શહેરમાં લોકોને રંજાડી રહ્યો છે. શહેરમાં ગેરકાયદે જુગારના અડ્ડાથી લઇને મારામારી, લોકોને જાનથી મારી નાંખવાની ધમકી, ખુનની કોશિશ, રાયૉટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો કરવો, કેટલાય લોકોના મકાન પચાવી પાડવા સહિતના 50 થી વધુ ગુનામાં સંડોવાયેલો છે. જોકે, હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ તાબડતોડ એક્શન લેવાઇ છે, યોગી સ્ટાઇલમાં બૂલડૉઝર એક્શન પછી શહેરમાં અન્ય કુખ્યાત ગુંડા તત્વો પણ ફફડી ગયા છે.