શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જાણો ક્યારથી શરૂ થઈ શકે છે ધોરણ 9-11ના વર્ગ? કોલેજોના વર્ગો પણ થઈ શકે છે શરૂ
આ પહેલા ધોરણ 10 અને 12ની સ્કૂલો 11 જાન્યુઆરીથી શરૂ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્કૂલોમાં વધી રહી છે.
રાજ્યમાં તમામ ક્ષેત્રોની સાથે હવે શિક્ષણ ક્ષેત્ર પણ પહેલાની જેમ નોમર્લ થઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 9 અને 11ના વાર્ગો શરૂ કરી શકે છે. સાથે જ પ્રથમ અને બીજા વર્ષની કોલેજો પણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પહેલા ધોરણ 10 અને 12ની સ્કૂલો 11 જાન્યુઆરીથી શરૂ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્કૂલોમાં વધી રહી છે અને સ્કૂલોમાં-કોલેજોમાં કોરોનાના કેસ મોટા પ્રમાણમાં નોંધાયા હોય તેવી કોઈ મોટી ઘટના હજુ સુધી સામે આવી નથી.
અત્યાર સુધી નોંધાયેલા કેસ શૈક્ષણિક સંસ્થાની બહાર વિદ્યાર્થીઓમાં નોંધાયા છે. આમ સ્કૂલો-કોલેજો જેટલી પ્રથમ તબક્કામાં શરૂ થઈ છે તેનાથી સરકારને સારી સફળતા મળી છે અને સારો પ્રતિસાદ મળ્યો છે. તો બીજા તબક્કામાં સરકાર ધોરણ 9 અને 11ના વર્ગો પણ રેગ્યુલર ધોરણે ઓછી હાજરી સાથે શરૂ કરી શકે છે. સાથે જ પ્રથમ અને બીજા વર્ષની કોલેજો પણ શરૂ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion