Kutch: ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, બે યુવકોના ઘટના સ્થળે જ મોત
કચ્છ: ભુજના માનકુવા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. બાઇક સવાર નાગીયારી ગામના બે નવયુવાનના મોત થયા છે.
કચ્છ: ભુજના માનકુવા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. બાઇક સવાર નાગીયારી ગામના બે નવયુવાનના મોત થયા છે. માનકુવાના ભૂમિ પેટ્રોલપંપ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
અમુલ ઇન્ડસ્ટ્રીઝ ફરી વિવાદમાં
રાજકોટ: અમુલ ઇન્ડસ્ટ્રીઝ ફરી વિવાદમાં આવી છે. અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીએ જાત જલાવી આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 6 માસથી પગાર ન આપતા આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. કાલાવડ પાસે વિક્રમ બકુત્રા નામના કર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ વિક્રમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 28 અને 29 તારીખે ગુજરાતમાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાવાને લઈ ગરમીથી મુક્તિ મળશે. ત્રણ દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ત્યારબાદ ગરમીમાં થોડો વધારો થશે. આજે અમદાવાદ સૌથી ગરમ રહ્યું છે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ,ભરૂચ,અમરેલી, રાજકોટ,ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.
ચોમાસાનું આગમન જૂનમાં થશે