હવામાન વિભાગની આગાહી વચ્ચે આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની (Heatwave) આગાહી હવામાન વિભાગે કરી છે. બીજીન તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ(Rainfall) શરૂ થયો છે. કચ્છના ઐડા અને મોખરામાં બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસાદ શરૂ થતા ઉનાળા પાકને નુકસાન જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે કચ્છમાં (Kutch)વરસાદની આગાહી કરી છે.
રાજકોટ શહેર અને જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. લોધિકાના ખીરસરા અને મોટાવડા ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. ખીરસરા ગામ નજીક વરસાદી ઝાપટું પડ્યું છે. વધુ વરસાદ પડે તો ઉનાળુ પાકમાં નુકશાન થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડે તો કેરીના પાકમાં નુકશાન થઈ શકે છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં નપણ પલટો આવ્યો છે. સાવરકુંડલાના હાથસણી અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ધારીમાં પણ અચાનક વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવામાન વિભાગે પણ 26થી 29 મે દરમિયાન અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની આગાહી કરી છે.
ગુજરામાં (Gujarat) છેલ્લા એક સપ્તાહથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઘણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ (monsoon) થઈ રહ્યો છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી છે. જેના કારણે તાપમાનમાં (weather) પણ બદલાવ જોવા મળ્યો છે. જોકે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની (Heatwave) આગાહી હવામાન વિભાગે કરી છે. બીજીન તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
રવિવારે મોરબી જીલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેથી મોરબી, હળવદ, માળીયા મી.ટંકારામાં માવઠું થયું હતું. ખેતરોમાં પડેલા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યાં હતા. મોરબી જીલ્લામાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને શુષ્ક અને ઠંડી આબોહવા અને ઝડપી પવન ફૂંકાયો હતો.