શોધખોળ કરો

BSF એ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસના 10 પેકેટ, હેરોઈનનું એક પેકેટ કર્યું જપ્ત

BSF News: એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ચરસના 50 પેકેટ અને હેરોઈનના 9 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ હાઈ એલર્ટ છે ત્યારે આ પેકેટ ઝડપાઈ રહ્યા છે.

Kutch News:  કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસ અને એક હેરોઈન ડ્રગનું પેકેટ ઝડપાયું છે. બીએસએફ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેરોઈનનું પણ એક પેકેટજપ્ત કરાયું છે.  જખૌથી 11 કિલોમીટર દૂર નિર્જન કુંડી બેટ પરથી 1 કિલોગ્રામના એવા 10 ચરસના પેકેટ અને એક કિલો હેરોઈન ડ્રગ્સનું પેકેટ મળ્યા છે.  એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ચરસના 50 પેકેટ અને હેરોઈનના 9 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ હાઈ એલર્ટ છે ત્યારે આ પેકેટ ઝડપાઈ રહ્યા છે.

BSF એ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસના 10 પેકેટ, હેરોઈનનું એક પેકેટ કર્યું જપ્ત

રવિવારે અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલ ખીદરત બેટ નજીક ફરી એક વખત ચરસના 10 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. કચ્છના દરિયામાં ભરતી હોય ત્યારે વહેણ સાથે દરિયામાંથી જ અફઘાન બનાવટના ચરસના પેકેટો તરતાં મુકી દેવાય છે. આ પ્રકારે કચ્છના જખૌ આસપાસના બેટ વિસ્તારોમાં પહોંચી ચૂકેલા ચરસના ઘણા પેકેટ્સ અત્યાર સુાધીમાં સીમા સુરક્ષા દળની ટૂકડીઓ પકડી ચૂકી છે.

BSF એ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસના 10 પેકેટ, હેરોઈનનું એક પેકેટ કર્યું જપ્ત

સીમા સુરક્ષાદળને પેટ્રોલિંગ દરમિયાન ખીદરતબેટ ટાપુ પાસે એક પીળા કલરની પ્લાસ્ટિકની બેગમાં 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા. દરેક પેકેટ ઉપર ઉડતા બાજનું નિશાન જોવા મળ્યું હતું. 1 કિલોગ્રામના 10 પેકેટ કબજે કરાયા હતા. બિનવારસી હાલતમાં આ પેકેટો મળી આવ્યા હતા. ગુજરાતની તમામ સીમાઓ ઉપર સીમા સુરક્ષાદળ હાઈએલર્ટ પર છે અને જુદા જુદા સ્થળોએ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એપ્રિલ 2023થી અત્યાર સુાધી જખૌ વિસ્તારમાં 40થી વધુ પેકેટો કબજે કરાયા છે. દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી છેલ્લા લાંબા સમયાથી થઈ રહી છે. આ પ્રકરણમાં અગાઉ પણ કેટલાક આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે. ડ્રગ્સની હેરાફેરી સામે પારાથી થઈ રહી હોવાનું એજન્સીઓ જણાવી રહી છે. ત્યારે આ દિશામાં તંત્ર એલર્ટ મોડમાં જોવા મળે છે. ભારતમાં યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે ગૃહમંત્રાલય પણ આગળ આવ્યું છે અને કડક પગલા લઈ રહ્યું છે. ઉપરાંત જુદા જુદા સ્થળોએ સ્થાનિક પોલીસની મદદાથી ડ્રગ્સ માફિયાઓને ખુલ્લા પાડવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે. અત્યાર સુધી અનેક ડ્રગ્સ માફિયાઓને પોલીસે જેલ ભેગા કર્યા છે. અગાઉ મળેલા પેકેટો અફઘાન પ્રોડક્ટના હતા, જ્યારે રવિવારે મળી આવેલા પેકેટો અલગ પ્રોડક્ટના હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જોકે આ બાબતે સીમાસુરક્ષા દળ દ્વારા આ ચરસ ક્યાથી આવ્યું છે તે અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર

IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન

ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

Horoscope Today : સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો 11 ડિસેમ્બરનું રાશિફળ

Embed widget