Kutch: ગાંધીધામમાંથી 800 કરોડ રૂપિયાના કોકેઇન ડ્રગ્સ મામલે ગુજરાત ATSએ કરી ત્રણની અટકાયત
Kutch News: ગુજરાત એટીએસ ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ માટે અમદાવાદ લાવી હતી.
Kutch News: કચ્છ જિલ્લામાંથી ઝડપાયેલા 800 કરોડ રૂપિયાના કોકેઇન ડ્રગ્સ મામલે ગુજરાત એટીએસએ ગાંધીધામમાંથી ત્રણ લોકોની અટકાયત કરી હતી. ગુજરાત એટીએસ ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ માટે અમદાવાદ લાવી હતી. નોંધનીય છે કે કચ્છના ગાંધીધામના મીઠી રોહર પાસેથી ૮૦૦ કરોડ રૂપિયાનું કોકેઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. ૮૦૦ કરોડના ડ્રગ્સ મામલામાં ગાંધીનગર ડી.એફ.એસ માંથી અભિપ્રાય મળ્યા બાદ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગાંધીધામ B ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
નોંધનીય છે કે બે દિવસ અગાઉ કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યુ હતું. આ પછી પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આ કૉકેઇન ડ્રગ્સ ગાંધીધામના મીઠી રોહર નજીકથી મળી આવ્યુ હતુ, આમાં લગભગ 800 કરોડ કૉકેઇન ડ્રગ્સ જથ્થો બિનવારસી હાલતમાં પડ્યો હતો, આ પછી ગુજરાત એટીએસ પોલીસે ગાંધીધામના જ ત્રણ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા. એટીએસની ટીમ વધુ માહિતી મેળવવા માટે આ ત્રણેયની પૂછપરછ કરી રહી છે. ખાસ વાત છે કે, 15 દિવસ પહેલા પણ ગાંધીધામના મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો, આ પછી સમગ્ર કચ્છની સાથે ગુજરાતમાં પણ હડકંપ મચી ગયો હતો.
બાતમી આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું
પૂર્વ કચ્છ પોલીસની સંયુક્ત કામગીરીથી ડ્રગ્સ પકડાયું છે. પ્રાથમિક તપાસમાં 80 કીલો કોકેઇનના જથ્થાની કિંમત 800 કરોડની આસપાસ હોવાની વાત સામે આવી છે. FSLની મદદથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ ક્યાંથી આવ્યું તેની તપાસ માટે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. બિનવારસી જથ્થો કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોય. આ પહેલા પણ કચ્છમાંથી ડ્રગ્સ મળતું રહ્યું છે. જોકે, પોલીસની સતર્કતાથી અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઘણી વખત દરિયા કિનારે આવા માદક પદાર્થોના પેકેટ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવે છે.