Heart Attack: કચ્છમાં ધો. 10ના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક, સ્કૂલ અને પરિવારમાં શોકનો માહોલ
Kutch News: મૃતક વિદ્યાર્થીનું નામ દક્ષરાજ સિંહ ઝાલા (ઉ.વ.17) છે. વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર સ્કૂલ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
Kutch Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એેટેકને લઈને યુવાન વયના લોકોના મોત થઈ રહ્યાં છે ત્યારે કચ્છમાં એક વિદ્યાર્થીનું હાર્ટએટેકના કારણે મોત થયું છે. ભુજના સેડાતામાં ચાલુ પરીક્ષાએ ધોરણ 10નાં વિધાર્થીનું હાર્ટએટેકના કારણે મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીનું નામ દક્ષરાજ સિંહ ઝાલા (ઉ.વ.17) છે. વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર સ્કૂલ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
થોડા દિવસ પહેલા જ રાજકોટમાં પણ ધોરણ 10ના છાત્રનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. હૈદરાબાદમાં ગુરુકુળમાં અભ્યાસ કરતો સગીર દિવાળીનું વેકેશન કરવા ઘરે આવ્યો હતો પિતાના બાઈક પાછળ બેસી હેર કટિંગ કરવી ઘરે જતી વખતે ચાલું બાઈકે એટેક આવતા નીચે પટકાયો હતો એકના એક પુત્રના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર શ્યામ હોલ પાસે આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા પૂજન અમિતભાઈ ઠુંમર નામનો 15 વર્ષનો સગીર તેના પિતા અમિતભાઈ ઠુંમરના બાઈક પાછળ બેસી મવડી મેઇન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ બાઈકે પૂજન ઠુંમર નીચે પટકાયો હતો પુજન ઠુંમરને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે પૂજન ઠુંમરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.
થોડા મહિના પહેલા વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોઇસ હોસ્ટેલમાં મિત્રો સાતે વાત કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્ટેલમાં મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો અને ડોક્ટરે તેના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. આ પહેલા ગાંધીનગર ખાતે અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું. નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી (ઉં.વ 21) ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગત 9 ઓગસ્ટે ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવારમાં આઘાતમાં મુકાઈ ગયો હતો.
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવવામાં આવી, સાંસદ રમેશ ધડૂકે બતાવી લીલી ઝંડી