Kutch: માંડવીનું જહાજની ઓમાનના દરિયામાં જળ સમાધિ, 12 ખલાસીઓનો ચમત્કારિક બચાવ
દુબઇથી જનરલ કાર્ગો ભરીને યમન જઇ રહેલા માંડવીના અલ યાસીન નામનું જહાજ વાવાઝોડાની ઝપેટમાં આવતાં ઓમાનના દરિયામાં જળ સમાધિ લીધી. જહાજમાં સવાર સલાયાના તમામ 12 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો.
કચ્છઃ માંડવીના અલ યાસીન જહાજે ઓમાનના દરિયામાં લીધી જળ સમાધિ છે. 12 ખલાસીને માછીમારોએ બચાવ્યા. દુબઇથી જનરલ કાર્ગો ભરીને યમન જઇ રહેલા માંડવીના અલ યાસીન નામનું જહાજ વાવાઝોડાની ઝપેટમાં આવતાં ઓમાનના દરિયામાં જળ સમાધિ લીધી. જહાજમાં સવાર સલાયાના તમામ 12 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો.
એમએનવી 2153 નંબર વાળું આ જહાજ દુબઇથી તા. 10/9ના 700 ટન જનરલ કાર્ગો ભરીને નીકળ્યું હતું. મંગળવારે ભારતીય સમય મુજબ બપોરે 2.30 કલાકે ઓમાનના રાસલાદ સમુદ્રમાં અચાનક વાવાઝોડું ફૂંકાતાં જોતજોતામાં જહાજે જળ સમાધિ લીધી. માંડવી તાલુકાના સલાયા ગામના 12 ખલાસીઓની વહારે એક ફિશિંગ બોટ આવી હતી અને તમામને બચાવી લીધા.
Cattle Issue : વડોદરામાં 4 વર્ષના બાળકને બચાવવા જતાં સગર્બાને ઢોરે લીધી અડફેટે, ગર્ભમાં જ બાળકનું મોત
Cattle Issue : વડોદરામાં રખડતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સલાટવાળાની તુલસીભાઈની ચાલની ઘટના છે. મનીષાબેન નામની મહિલાના બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું છે. 4 વર્ષના બાળકને બચાવવા જતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સ્થાનિકોએ સમગ્ર મામલે રોષ ઠાલવ્યો છે.
હાલ સગર્ભા ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. સગર્ભાને પેટ,પેઢા અને ગુપ્તાંગોમાં ગંભીર ઇજાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે. જે બાળક પર ઢોરે હુમલો કર્યો હતો તે બાળક સાથે વાત કરતા તેણે કહ્યું હું વાળ કપાવવા જતા ગાયે હુમલો કર્યો. મારી માતાએ મને એક બાજુ લઈ લીધો. સ્થાનિક રહીશોનો આક્રોશ છે. રખડતા ઢોર શહેરમાંથી બંધ કરાવવા માંગ.
Drugs : ડ્રગ્સ મુદ્દે ગુજરાત ATSનું મોટું ઓપરેશન, મધદરિયેથી 200 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ
અમદાવાદઃ ડ્રગ્સ મુદ્દે ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળી એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આઇએમબીએલથી 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે. મધદરિયેથી ડ્રગ્સ સાથે બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવ્યું છે. પંજાબના કપુરથલા જેલમાં બંધ એક નાઇઝીરીયન રેકેટ ચલાવતો હતો. પંજાબની જેલમાંથી ચલાવાતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સયુંકત મેગા ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકીસ્તાની બોટ સાથે ૪૦ કિલો હેરોઈન ઝડપી પાડયું છે. પાકિસ્તાની બોટ અલ તૈયસાને બોટમાં સવાર ૬ પાકીસ્તાની ક્રુની પણ કરી અટકાયત. પાકિસ્તાની અલ તૈયસાને બોટમાં 200 કરોડની કિંમતનું આશરે 40 કિલો હેરોઇન વહન કરતી પકડાઇ. તપાસ માટે બોટને જખૌ લાવવામાં આવી રહી છે.