શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Panchmahal: રાજ્યમાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકના કારણે ગુમાવ્યો જીવ, લેબ ટેકનિશિયનનું 43 વર્ષની ઉંમરે નિધન

પંચમહાલ: રાજ્યમાં હાલમાં હાર્ટ એટેકના કેસમાં મોટો વધારો આવ્યો તેમ લાગી રહ્યું છે. કારણ કે, રોજે રોજ હાર્ટ એટેકના કારણે થનારા મોતની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને નાની ઉંમરમાં એટેક આવવાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે.

પંચમહાલ: રાજ્યમાં હાલમાં હાર્ટ એટેકના કેસમાં મોટો વધારો આવ્યો તેમ લાગી રહ્યું છે. કારણ કે, રોજે રોજ હાર્ટ એટેકના કારણે થનારા મોતની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને નાની ઉંમરમાં એટેક આવવાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ જાણીતા હાર્ટ સ્પેશ્યિલીસ્ટ ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું તો આજે પંચમહાલમાં પણ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

શહેરા રેફરલ હોસ્પિટલનાં લેબ ટેકનિશિયનનું હાર્ટ એટેકના કારણે નિધન થતા અરેરાટી મચી જવા પામી છે.  કરાર આધારિત લેબ ટેકનીશિયન તરીકે ફરજ બજાવતા આરફિન પારેખનું 43 વર્ષની ઉંમરે મોત થયું છે. આરફિન પારેખનાં મોતને લઈને પરીવાર સહિત આરોગ્ય વિભાગનાં કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.

કેમ નાની ઉંમરે મોતને ભેટી રહ્યા છે લોકો?

જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમની ઉંમર 41 વર્ષની હતી. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવાયું છે. કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરનું કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થતા ચકચાર મચી જવા પામી છે. એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડૉ. નંદિની દેસાઈએ જણાવ્યું કે, ગાંધીએ મંગળવારે સાંજે 4 વાગ્યે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. કાર્ડિયોગ્રામ બાદ તેમને એસિડિટીની સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના સારું લાગતા તેઓ ઘરે પાછા ફર્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર બે કલાક બાદ તે બાથરૂમમાં બેહોશ થઈ ગયા. હોસ્પિટલમાં લઈ જવાયાની 45 મિનિટમાં જ તેનું મોત થઈ ગયું. અહેવાલો અનુસાર,  ડૉ ગાંધીએ તેમની તબીબી કારકિર્દીમાં 16,000 થી વધુ હાર્ટ સર્જરીઓ કરી હતી. તેઓ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. તેણે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરી હતી. તેના સાથીદારોના કહેવા પ્રમાણે, તે એકદમ સામાન્ય દેખાતા હતા.

ડૉ.ગાંધી સ્વસ્થ હતા અને તેમના અવસાનથી તબીબી જગત આઘાતમાં છે. 41 વર્ષીય ડૉ. ગાંધીનું મૃત્યુ આશ્ચર્યજનક છે કારણ કે તાજેતરના ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બની છે જેમાં સ્વસ્થ વ્યક્તિ અચાનક એટેક આવવાને કારણે મોતને ભેટ્યા છે.

શું કોરોના સાથે છે કઈ કનેક્શન? 

'નેચર મેડિસિન' જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસ સૂચવે છે કે કોવિડ-19નો હળવો ચેપ પણ હૃદય રોગનું જોખમ અનેકગણું વધારી શકે છે. વિવિધ અભ્યાસોમાં, કોવિડ પછી એક નવા રોગની વાત કરવામાં આવી છે.

વિશાખા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર ડૉ. રામબાબુએ કહ્યું કે આ હાર્ટ એટેક અને મૃત્યુમાં SARS-CoV-2ની ભૂમિકા વિશે બહુ શંકા નથી. તેમણે કહ્યું, 'કોવિડ-19 ડી-ડાઈમર લેવલમાં વધારો કરે છે અને કેટલાક દર્દીઓમાં ક્લોર્ટિંગ અબ્રોર્મલિટી આવી જાય છે, જેનાથી કદાચ કાર્ડિયાક અબ્રોર્મલિટી થઈ શકે છે.

હસતા-રમતા લોકોને હાર્ટ એટેક આવવા લાગ્યા છે. એવું પણ નથી કે વૃદ્ધો કે કોઈ રોગથી પરેશાન લોકો તેનો શિકાર બન્યા હોય. ઘણા કિસ્સાઓમાં ખૂબ જ યુવાન લોકોએ (30 વર્ષથી ઓછી ઉંમરના) પોતાનો જીવ ગુમાવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં સોશિયલ મીડિયા પર આવા વીડિયોનું પૂર આવ્યું છે.

આકસ્મિક મૃત્યુ અંગે વિવિધ થિયરી સામે આવવા લાગી છે. કેટલાક કોવિડ-19 રસીનું કારણ કહેશે, જ્યારે કેટલાક જીન મ્યુટેશનની વાતો કહે છે. આમાંથી કોઈ પણ સિદ્ધાંત અત્યાર સુધી વૈજ્ઞાનિકોના સ્કેલ પર સાચો નથી. જો કે, અચાનક મૃત્યુને લઈને તબીબી જગતનો અભિપ્રાય પણ વહેંચાયેલો છે.

કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા અનુસાર, ભારત વિશ્વની ક્રોનિક હ્રદય રોગની રાજધાની છે. નિષ્ણાંતોના મતે ભારતીયોના જનીન એવા છે કે તેમાં હૃદયરોગનું જોખમ વધારે છે.

ઘણા નિષ્ણાતો કોવિડ-19 સાથે સંકળાયેલ માયકોર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ માટે ભૂમિકા પર શંકા કરે છે, પરંતુ ડેટા આને સમર્થન આપતા નથી.
યુવાનો હાર્ટ એટેકને લઈને કોઈ ગેરસમજમાં ન રહે.

અસહ્ય ગરમી આ કારણે બને છે હાર્ટ અટેકનું કારણ

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. માનવ શરીર સામાન્ય રીતે 98.6°F એટલે કે 37°C તાપમાન જાળવી રાખે છે. જ્યારે તાપમાનમાં થોડો વધારો થાય છે, ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરીને અને રક્તવાહિનીઓને ફેલાવીને પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે એવું થતું નથી અને રક્તવાહિનીની સાઈઝમાં વધારો થવાને કારણે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.

લોહી પંપ કરવામાં અસમર્થ
નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે વધતી ગરમીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત રોગો ખાસ કરીને હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.

શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે એવું માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે માત્ર કડકડતી ઠંડી જ નહીં પરંતુ પ્રખર ગરમી પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. એટલા માટે હૃદયના દર્દીઓએ બંને પરિસ્થિતિમાં સાવચેત રહેવું જોઈએ. હિટવેવની સ્થિતિમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. આનું કારણ એ છે કે, શરીરના ચયાપચયને તેનું સામાન્ય તાપમાન 37 °C (98.6 °F) જાળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જે હૃદય પર તાણ લાવે છે.

આ લક્ષણોને ન કરો નજર અંદાજ

માથામાં દુખાવો થવો
વધુ પરસેવો આવવો
નાડીનું તેજ ચાલવું
ધબકારા વધી જવા
ઉલ્ટી થવી
નબળાઇ અનુભવવી
કેવી રીતે કરશો બચાવ

ગરમીમાં હાર્ટઅટેકથી બચવા  માટે સખત ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઇએ. ગરમીમાં હાર્ડ વર્ક કરવાનું ટાળવું જોઇએ અને શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ. જો ગરમીમાં અસહજ મહેસૂસ થાય કે ઉપરોક્ત કોઇ આવા કોઇ લક્ષણો દેખાય તો ઠંડી જગ્યાએ જતું રહેવું અને આરામ કરવો અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષVav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદનAmit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
Embed widget