શોધખોળ કરો
Advertisement
અમરેલી એસપી અને પીએસઆઈને ધમકી આપનાર ‘લેડી ડોન’ સોનું ડાંગરની પોલીસે ક્યાંથી કરી ધરપકડ? જાણો વિગત
ધમકી આપતો વીડિયો પોસ્ટ કર્યાંના 60 કલાકમાં જ પોલીસે કાર્યવાહી કરી હતી. સોનુ ડાંગર રાજસ્થાનમાં હોવાની બાતમી મળતાં જ બે ટુકડીઓ ત્યાં રવાના થઈ હતી
અમરેલીઃ અમરેલીના એસપી નિર્લિપ્ત રાય અને પીએસઆઈ ડોડિયાને ધમકી આપનારી ‘લેડી ડોન’ સોનુ ડાંગરની ઉદયપુરની હોટેલમાંથી પોલીસે ધરપકડ કરી છે. ધમકી આપતો વીડિયો પોસ્ટ કર્યાંના 60 કલાકમાં જ પોલીસે કાર્યવાહી કરી હતી.
સોનુ ડાંગર સામે રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં 20 જેટલા ગુનાઓ નોંધાયા છે. થોડાં દિવસ પહેલા અમદાવાદમાં ત્રણ સાથે દારૂની મહેફિલ માણતાં ઝડપાયેલા મુન્ના રબારીની અમરેલી પોલીસે હથિયાર ધારાના કેસમાં ધરપકડ કરતાં સોનુ ડાંગરે એસપી અને પીએસઆઈને ધમકી આપી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ અમરેલીના એસપીએ તેની સામે ગુનો નોંધવા સૂચના આપી હતી.
સોનુ ડાંગર રાજસ્થાનમાં હોવાની બાતમી મળતાં જ બે ટુકડીઓ ત્યાં રવાના થઈ હતી. આ ટુકડીએ સોનુનું સતત લોકેશન મેળવી તેનો પીછો કર્યો હતો અને આખરે ઉદેયપુરની એક હોટેલમાંથી તેને ઝડપી હતી. સોનું ઝડપાતા જ પોલીસ તુરંત તેને અમરેલી લઈ આવી હતી અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી. અહીં તેણે જેને એક સમયે આમનો સામનો થશે તેવી ધમકી આપી હતી તે મહિલા પીએસઆઈ ડોડીયાનો આમનો સામનો થયો હતો. હથિયારધારાના કેસમાં પણ તેનું નામ જોડાય તેવી શક્યતા છે.
અમરેલીના એએસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, સોનુ ડાંગર ઉદયપુરની હોટેલમાં હોવાની બાતમી મળતાં પોલીસ ટુકડીએ સૌપ્રથમ રજિસ્ટર ચેક કરી તે કયા રૂમમાં રોકાઈ છે તેની તપાસ કરી હતી. ત્યાર બાદ વેઈટરને સાથે રાખી દરવાજો ખખડાવ્યો હતો. રૂમ સર્વિસના નામે વેઈટરે દરવાજો ખખડાવતાં જ સોનુંએ દરવાજો ખોલ્યો હતો અને તે સાથે જ પોલીસ ટુકડીએ તેને ઝડપી લીધી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદના કેસમાં છૂટ્યા બાદ તે રાજસ્થાન ચાલી ગઈ હતી અને ત્યાં થોડા થોડા સમયે હોટેલ બદલતી રહેતી હતી. જોકે હોટેલનું ઓનલાઇન ચૂકવણું થતું હોય પોલીસને તેનું લોકેશન મળતું રહેતું હતું અને તક મળતાં જ ઝડપી લેવાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion