શોધખોળ કરો
‘વાયુ’ વાવાઝોડુ: ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો, જાણો વિગત
ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાના પગલે ચોમાસાની શરૂઆથ થઈ ગઈ છે. ‘વાયુ’ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં ભારે વરસાદ ખાબકી ગયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલા અને સુત્રાપાડામાં 6-6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ: ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાના પગલે ચોમાસાની શરૂઆથ થઈ ગઈ છે. ‘વાયુ’ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં ભારે વરસાદ ખાબકી ગયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલા અને સુત્રાપાડામાં 6-6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળ અને કોડીનારમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉના અને ગીર ગઢડામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 37 જિલ્લાઓમાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 108 તાલુકાઓ એવા છે જ્યાં વરસાદની ઝલક જોવા મળી છે. સૌરાષ્ટ્રના જાફરાબાદમાં 1.5 ઈંચ, રાજુલામાં 1 ઈંચ, સાવરકુંડલામાં 1 ઈંચ, વડીયામાં 1 ઈંચ, વથંલીમાં 3 ઈંચ, મેંદરડામાં 3 ઈંચ, માળિયા હાટિનામાં 2.5 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ, કેશોદમાં 1.5, વિસાવદરમાં 1.5 ઈંચ વેરાવળમાં 2 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, રાજુલામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 8.00 વાગે પુરા થતાં 24 કલાકમાં ગુજરાતના 28 જિલ્લાઓના 108 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈ બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 45, સરસ્વતી તથા હારિજમાં 16, પાટણમાં 18, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 33, પાલનપુરમાં 17, દિયોદરમાં 14, દાંતા અને ડિસામાં 12-12 મી.મી. વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 43, હિંમતનગરમાં 34, ઈડરમાં 22, ખેડબ્રહ્મામાં 21, તલોદમાં 21, વડાલીમાં 18 ૧૬ મી.મી. વરસાદ પડ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 38, વિસનગરમાં 36, વડનગરમાં 21, મહેસાણામાં 22 અને ઊંઝામાં 11 મી.મી. વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં 33 મી.મી. વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં 33 અને કલોલમાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.
વધુ વાંચો




















