શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પીપાવાવ પોર્ટના કસ્ટમ અધિકારીઓની દારૂની મહેફીલ પર LCBના દરોડા, જાણો વિગત
પીપાવાવ પોર્ટના ગેસ્ટ હાઉસમાં કસ્ટમ ઓફિસરોની દારૂની મહેફિલ પર અમરેલી એલસીબીએ રેડ કરી હતી.
અમરેલી: પીપાવાવ પોર્ટના ગેસ્ટ હાઉસમાં કસ્ટમ ઓફિસરોની દારૂની મહેફિલ પર અમરેલી એલસીબીએ રેડ કરી હતી. આ દરમિયાન પીપાવાવ કસ્ટમ હાઉસના 3 અધિકારીઓ પીધેલી હાલતમાં ઝડપાયા છે.
આ રેડ દરમિયાન વિદેશી બિયરનો જથ્થો પણ મળી આવ્યો છે. ગઈ કાલે મોડી રાત્રે પોલીસે રેડ કરી હતી. પોલીસ દ્વારા આજે જાણ કરાઈ. અમરેલી એસપીની સૂચનાથી કસ્ટમ હાઉસ પર એલસીબીએ રેડ કરી હતી.
એલસીબીની રેડ દરમિયાન કસ્ટમ વિભાગના ત્રણ અધિકારીઓ નિલેશ ડીનેશચંદ્ર જોશી, પીપાવાવ પોર્ટ, ભગવાનભાઈ સહાયભાઈ મીના, કસ્ટમ વિભાગ પીપાવાવ પોર્ટ અને કિરપાનંદન ગુરુવન ક્સ્ટમ વિભાગ પીપાવાવ પોર્ટને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓને મરીન પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 23 નંગ વિદેશની બિયર,ભારતીય બનાવટની વહીસ્કી 400 મિલી દારૂ, મોબાઇલ સહિત 17,800નો મુદામાલ પોલીસે ઝપ્ત કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion