શોધખોળ કરો
ગુજરાતમાં લોકડાઉન 4માં પાન-મસાલાની દુકાનો શરૂ કરવાને લઈને ગુજરાત સરકારે શું લીધો મહત્વનો નિર્ણય? જાણો
ગુજરાત સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે. જેને લઈને સોમવાર સાંજે સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી જે આજથી આગુ થશે.

કેન્દ્ર સરકારે દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ લેવલ કમિટીની બેઠક મળી તેમાં છૂટછાટને લઈને નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે માવાના બંધાણીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, પાન-મસાલાની દુકાનો ખોલવાની ગુજરાત સરકારે છૂટ આપી છે. ગુજરાત સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે. જેને લઈને સોમવાર સાંજે સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી જે આજથી આગુ થશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર-ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે.
માવાના બંધીણીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. આજથી ગુજરાતમાં પાન-મસાલાની દૂકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજથી કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય પાન-માવા, સિગારેટની દુકાનો ખુલી શકશે. જોકે પાન, મસાલા, સિગારેટ સહિતનો સામાન લઈને ગ્રાહકે ત્યાંથી નીકળી જવાનું રહેશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક દિવસ પહેલા જ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાહેરમાં થૂંકવા પર 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
માવાના બંધીણીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. આજથી ગુજરાતમાં પાન-મસાલાની દૂકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજથી કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય પાન-માવા, સિગારેટની દુકાનો ખુલી શકશે. જોકે પાન, મસાલા, સિગારેટ સહિતનો સામાન લઈને ગ્રાહકે ત્યાંથી નીકળી જવાનું રહેશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક દિવસ પહેલા જ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાહેરમાં થૂંકવા પર 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. વધુ વાંચો