શોધખોળ કરો

Lok Sabha: પંચમહાલ બેઠક પર આ કોંગ્રેસી ધારાસભ્ય લડશે ચૂંટણી, હાઇ કમાન્ડે ફોન કર્યાનો ખુદ કર્યો દાવો

ગુજરાતમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરે તે પહેલા અનેક તર્ક-વિતર્ક સેવાઇ રહ્યાં છે

Lok Sabha 2024 News: લોકસભા ચૂંટણીને લઇને દિલ્હીમાં કોંગ્રેસ કમિટીનું મંથન યથાવત છે, ગુજરાતમાં તમામ 26 બેઠકો પર કોંગ્રેસની ચૂંટણી લડવાની વાતો વચ્ચે બીજી યાદીમાં માત્ર સાત ઉમેદવારો નક્કી કરી શક્યુ હતુ. બાકીની બેઠકો પર આવતીકાલે તે પછી ઉમેદવારોની યાદી આવી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ લિસ્ટમાં પંચમહાલ બેઠક પર કોંગ્રેસ ધારાસભ્યને મેદાનમાં ઉતારી શકે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. 

Lok Sabha: પંચમહાલ બેઠક પર આ કોંગ્રેસી ધારાસભ્ય લડશે ચૂંટણી, હાઇ કમાન્ડે ફોન કર્યાનો ખુદ કર્યો દાવો

ગુજરાતમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરે તે પહેલા અનેક તર્ક-વિતર્ક સેવાઇ રહ્યાં છે. હાલમાં કોંગ્રેસના પંચમહાલના ઉમેદવારને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો અનુસાર, ગુલાબસિંહ ચૌહાણ પંચમહાલથી કોંગ્રેસ પોતાના ઉમેદવાર બનાવી શકે છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, પંચમહાલ બેઠક પર લડવા માટે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને હાઈકમાંડનો ફોન આવ્યો છે. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને આ બેઠક પરથી ટિકીટ મળવાનું નક્કી છે. હાલમાં ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.

ભરતસિંહે ચૂંટણી લડવાની ના પડતા આણંદ બેઠક પર આ MLA ચૂંટણી મેદાનમાં ઉતરશે, વર્ચસ્વ જાળવી રાખવા પ્રયાસ

લોકસભાની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો પોતાના ઉમેદવારો માટે મંથન કરી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે આપ સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યુ છે, તો વળી, ભાજપ તમામ 26 બેઠકો એકલા હાથે કબજે કરવા તૈયાર છે. કોંગ્રેસ ગુજરાતમાં બીજી યાદીમાં 7 નામો જાહેર કર્યા હતા, હવે આજે અથવા તો કાલે કોંગ્રેસ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે, જેમાં આણંદ બેઠક પર અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઇ ચૂક્યુ હોવાની ચર્ચાઓ થઇ રહી છે. 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શન મૉડમાં છે, પ્રથમ બે યાદી બાદ હવે ત્રીજી યાદી તૈયાર છે. આજે અથવા તો આવતીકાલે કોંગ્રેસ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે. આ પહેલા ગુજરાતની આણંદ બેઠક પરથી અમિત ચાવડાની ચૂંટણી લડવાની વાતો સામે આવી છે. હાલમાં જ લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા આ વખતે લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી શકે છે. આ વખતે આણંદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઇ ચૂક્યુ છે. કોંગ્રેસના સીનિયર નેતા ભરતસિંહ સોલંકીએ આ વખતે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા અમિત ચાવડા તૈયાર થયા છે. ખાસ વાત છે કે, આણંદમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અમિત ચાવડા ચૂંટણી લડવા તૈયાર થયા છે. આણંદ બેઠક પર પહેલાથી જ ઈશ્વરસિંહ ચાવડા, માધવસિંહ સોલંકીના સમયથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે.

અમિત ચાવડાની રાજકીય કેરિયર
અમિત ચાવડાનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવમાં થયો હતો, તેઓ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. સૌથી પહેલા NSUI અને બાદમાં ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય રહ્યા, આ પછી 2004 અને 2007માં તેઓ બોરસદ વિધાનસભામાંથી જીત્યા અને બાદમાં 2012, 2017 અને 2022માં ફરી એકવાર આંકલાવ વિધાનસભા જીત્યા છે. 2018માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. હાલમાં તેઓને 2023થી ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી 

બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
વલસાડથી અનંત પટેલ
પોરબંદરથી લલિત વસોયા
કચ્છથી-નિતેષ લાલણ  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget