શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
છોટાઉદેપુર : પાનમસાલા- ગુટખા લેવા લાંબી કતારો, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડયા ધજાગરા
છોટાઉદેપુરના નસવાડીમાં વેહલી સવારથી પાન મસાલા અને ગુટખા લેવા લોકોએ પડાપડી કરી હતી. મોટી સંખ્યામાં લોકો પાન મસાલા લેવા માટે લાઈનો લગાવી હતી.
![છોટાઉદેપુર : પાનમસાલા- ગુટખા લેવા લાંબી કતારો, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડયા ધજાગરા Long line to take pan gutkha in naswadi chota udaipur છોટાઉદેપુર : પાનમસાલા- ગુટખા લેવા લાંબી કતારો, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડયા ધજાગરા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/23163624/naswadi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નસવાડી: કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ છે. ગુજરાતમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. જેના કારણે પાન મસાલાની દુકાનો ખોલવામાં આવી છે. છોટાઉદેપુરના નસવાડીમાં વેહલી સવારથી પાન મસાલા અને ગુટખા લેવા લોકોએ પડાપડી કરી હતી. મોટી સંખ્યામાં લોકો પાન મસાલા લેવા માટે લાઈનો લગાવી હતી.
પાન મસાલા લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા વેપારીએ દુકાનનું શટર બંધ કરી દીધુ હતું. દુકાનનું શટર બંધ કરવા છતાં દુકાનની બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યાવધીને 13 હજાર 282 પર પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 803 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)