Crime: અશ્લીલ મેસેજ કરીને અભદ્ર માગણી કરતો રોમિયો ઝડપાયો, યુવતીને ફેક ઇન્સ્ટાથી મોકલતો મેસેજ ને.....
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની આ ઘટના છે, અહીં ગ્રામ્ય વિસ્તારની યુવતીને આરોપી સમર્થકુમાર પટેલ હેરાનગતિ કરતો રહેતો હતો.
Mahisagar Crime Case News: મહીસાગર લૉકલ ક્રાઇમ બ્રાન્ચે આજે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે, જે છોકરીને નકલી સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારફતે અશ્લીલ મેસેજ મોકલીને સતત હેરાનગતિ કરતો રહેતો હતો. આરોપીનું નામ સમર્થકુમાર ડાયાભાઇ પટેલ છે.
મળતી માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની આ ઘટના છે, અહીં ગ્રામ્ય વિસ્તારની યુવતીને આરોપી સમર્થકુમાર પટેલ હેરાનગતિ કરતો રહેતો હતો.
સમર્થ કુમારે સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યુ હતુ, અને આ એકાઉન્ટ મારફતે તે યુવતીને વારંવાર અશ્લીલ મેસેજ મોકલતો હતો અને સાથે અભદ્ર માગણીઓ પણ કરતો હતો. જોકે, આ મામલે કડાણાની ગ્રામ્ય વિસ્તારની યુવતીએ પોલીસમાં જાણ કરતી, બાદમાં મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સૉર્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. અત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધોરણ-8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
સુરતમાંથી ફરી એકવાર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના કતારગામમાં એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ ભેગા મળીને દુષ્કર્મ આચર્યુ છે. હાલ બન્ને આરોપીએ પોલીસની પકડમાં છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેર ફરી એકવાર દુષ્કર્મની શર્મસાર થયુ છે. સુરતના કતારગામમાં રહેતી એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ દુષ્કર્મ આચર્યુ છે, સૌથી પહેલા બન્ને યુવકોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 13 વર્ષીય વિદ્યાર્થિની જે ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે, તેની સાથે મિત્રતા કેળવી હતી, આ પછી બન્ને યુવકોએ તેને શહેરના મગદલ્લા વિસ્તારમાં એક મકાનમાં બોલાવી હતી, જ્યાં બન્ને યુવકોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીના પરિવારને થઇ જતાં વિદ્યાર્થિનીની માતાએ શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આ બન્ને યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં આ બન્ને આરોપી યુવકોને ઝડપી પાડ્યા છે, આ કેસમાં પોલીસે આરોપી અભય બોરડ, હિરેન હરેશ સોલંકીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આડા સંબંધમાં હત્યા, પત્નીની સામે જ પતિએ તેના પ્રેમીની છરો મારીને કરી હત્યા
અમદાવાદમાં આડા સંબંધના કારણે હત્યાની ઘટના ઘટી છે, પતિએ પોતાની પત્નીના પ્રેમીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ મામલે હવે પોલીસ આગળની તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેતા એક દંપતિ વિવાદમાં આવ્યુ છે. અહીં પતિને પોતાની પત્ની પર પરપુરુષ સાથે પ્રેમમાં હોવાની છેલ્લા કેટલાય સમયથી શંકા હતી, આ વાતને લઇને પતિની શંકા વધુ ઘેરી બની અને છેલ્લા બે દિવસથી તે પત્નીના પ્રેમી પર હુમલો કરવા માટે છરી લઇને ફરી રહ્યો હતો, જોકે, ગઇકાલે પતિને પોતાની પત્નીનો પ્રેમી અમદાવાદ ફૂલબજાર પાસે મળ્યો ત્યારે બન્ને વચ્ચે આ મામલે જોરદાર બોલાચાલી થઇ હતી. આ તકનો લાભ ઉઠાવીને પત્ની સામે જ પતિએ છરો કાઢીને પત્નીના પ્રેમી પર ઉપરાછાપરી હુમલો કરી દીધો હતો, આડા સંબંધની શંકામાં પત્નીના પ્રેમીને છરાના ઘા મારીને પતાવી દીધો હતો.