શોધખોળ કરો
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં માવઠું વરસવાની સંભાવના છે.

તેમના અનુમાન મુજબ, ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.
1/5

Gujarat Weather: અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 27 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જે 31 થી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
2/5

આ ફેરફારના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી શક્યતા છે.
3/5

આગાહીને પગલે ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. માવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
4/5

હવામાન વિભાગ પણ આગામી દિવસોમાં માવઠા અંગે વધુ અપડેટ્સ અને માર્ગદર્શન આપશે.
5/5

અંબાલાલ પટેલની આ આગાહીને ગંભીરતાથી લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવા અને માવઠા દરમિયાન સલામતી જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.
Published at : 21 Feb 2025 08:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ખેતીવાડી
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
