શોધખોળ કરો

મહીસાગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગની મોટી કાર્યવાહી, 8 બાળ લગ્નોને અટકાવ્યા

સમાજ સુરક્ષા વિભાગે ખાનપુર તાલુકામાં મેણા ગામે બે લગ્નપ્રસંગમાં 3 સગીરના લગ્ન અટકાવ્યા હતા

મહીસાગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગે 8 સગીરના લગ્ન અટકાવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં મેણા ગામે લગ્નની તમામ તૈયારી થઈ રહી હતી ત્યારે એક અરજીના આધારે સમાજ સુરક્ષા વિભાગે પોલીસ સાથે રાખી લગ્ન સ્થળ પર ઓચિંતી મુલાકાત લીધી હતી.

મળતી જાણકારી અનુસાર, સમાજ સુરક્ષા વિભાગે ખાનપુર તાલુકામાં મેણા ગામે બે લગ્નપ્રસંગમાં 3 સગીરના લગ્ન અટકાવ્યા હતા. તે સિવાય લુણાવાડા તાલુકાના જુના મુવાડા ગામે પણ બે લગ્નમાં તપાસ કરતા ચાર સગીર બાળકો તેમજ અન્ય પક્ષમાં એક સગીર બાળા મળી 5 બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં તમામ વાલીઓ પાસેથી લગ્ન ન કરાવવા અંગે બાહેધરી પત્ર લખાવવામાં આવ્યા હતા.

Unseasonal Rain: આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજસ્થાનમાં સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં પહેલી મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે. સાથે જ અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, નર્મદા, તાપી, રાજકોટ, અમરેલી અને કચ્છમાં કમોસમી વરસાદ વરસશે. તો આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ સાથે જ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો 30 એપ્રિલે અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, કચ્છ અને અરવલ્લીમાં માવઠું પડશે. પ્રથમ મે ના રોજ  અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Rajkot: પડધરીમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એક વૃદ્ધનું મોત, અનેક ઘાયલ

રાજકોટ: જિલ્લાના પડધરીના ગીતાનગર નજીક જૂથ અથડામણની ઘટના સામે આવી છે.  ખોડીયાર હોટેલ નજીક એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણમાં એક વૃદ્ધનું મોત થયું છે. આ ઉપરાંત એક વૃદ્ધાની હાલત ગંભીર છે. સમગ્ર મારામારીની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જૂની અદાવતમાં કેટલાક લોકો આવીને ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડયા હતા. આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. 

ડમીકાંડ મામલે વધુ 5 આરોપી જેલ હવાલે

 ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Embed widget