ઉત્તરાયણે ઠંડીએ રેકોર્ડ બનાવ્યોઃ માઉન્ટ આબૂમાં 7 વર્ષમાં સૌથી નીચું માઇનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું
ગુજરાત પાસેના હિલ સ્ટેશન માઉન્ટ આબૂમાં માઈનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો છે. 7 વર્ષમાં સૌથી વધુ ઠંડી માઉન્ટ આબૂમાં નોંધાઈ છે.
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે, ત્યારે ઉત્તરાયણના દિવસે દિવસે માટઉન્ટ આબૂમાં ઠંડીએ રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાત પાસેના હિલ સ્ટેશન માઉન્ટ આબૂમાં માઈનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો છે. 7 વર્ષમાં સૌથી વધુ ઠંડી માઉન્ટ આબૂમાં નોંધાઈ છે. સતત 5 દિવસમાં માઈનસમાં પારો ચાલી રહ્યો છે.
ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના મતે ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ ગુજરાતમાં શીતલહેરની અસર રહેશે. આગામી 2 દિવસ રાજ્યભરમાં સુસવાટાભર્યા પવન ફૂંકાશે. બીજી તરફ અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે રહેશે.
આજે રાજ્યના 13 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. તો કચ્છનું નલિયા આજે પણ સૌથી ઠંડુંગાર શહેર રહ્યું હતું. નલિયામાં 5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું તો ડીસા અને કેશોદમાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 9.7 ડિગ્રી પર પહોંચ્યો.. તો બનાસકાંઠા જિલ્લામાં પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
તો પતંગ રસિયાઓ માટે પણ સારી ખબર એ છે કે ઉત્તરાયણના દિવસે 10 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ તરફ માઉંટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાન 4 પોઈંટ 5 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું છે.