મનસુખ વસાવાએ કહ્યું, જો ધર્મપરિવર્તન બંધ ન થયું તો આવનારા સમયમાં હિન્દૂ લઘુમતીમાં આવી જશે
મનસુખ વસાવા એ કહ્યું કે આપણે સજાગ થવું પડશે નહિ તો ભારત દેશ મુઘલ સામ્રાજ્ય થઈ જશે. આમારા જેવા વિચારધારા ના લોકો બેસી નથી રહેવાના.
NARMADA : નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં જાનકી આશ્રમ ખાતે જનજાતિ સુરક્ષા મંચ ની જાહેરસભા યોજવામાં આવી હતી જાનકી આશ્રમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. આ જાહેરસભામાં મનસુખ વસાવાએ સંબોધન કર્યું હતું અને હિન્દૂ ધર્મ પર ટીકા ટિપ્પણી કરનાર તેમજ ધર્મ પરિવર્તન કરવાનારાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
હિન્દૂ લઘુમતીમાં આવી જશે
ધર્મ પરિવર્તન કરવાનારાઓ પર આકરા પ્રહાર કરતા મનસુખ વસાવા એ કહ્યું કે જો ધર્મ પરિવર્તન બંધ ન થયું તો આવનાર સમયમાં હિન્દૂ લઘુમતીમાં આવી જશે અને દેશ પર કોઈ મુસ્લિમ કન્ટ્રી રાજ કરશે. જનજાતિ સુરક્ષા મંચની જાહેર સભામાં મનસુખ વસાવા એ કહ્યું કે જો ધર્મપરિવર્તન બંધ ના થયું તો આવનારા સમય માં હિન્દૂ લઘુમતીમાં આવી જશે અને મુસ્લિમ કન્ટ્રીના લોકો ભારત પર રાજ કરશે.
ધર્મ પરિવર્તન કરનારાના આદિવાસી લાભો લઇ લો
મનસુખ વસાવા એ કહ્યું કે આપણે સજાગ થવું પડશે નહિ તો ભારત દેશ મુઘલ સામ્રાજ્ય થઈ જશે. આમારા જેવા વિચારધારા ના લોકો બેસી નથી રહેવાના. જો ધર્મ પરિવર્તન ચાલુ રહેશે તો પછી કાયદો બનાવીશું કે જે લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજના લોકોના આદિવાસી તરીકેના લાભો બંધ કરી દેવા પડશે. મનસુખ વસાવાએ કહ્યું કે જનજાતિ સમાજની એક જ માંગ કે આદિવાસી સમાજના લોકો ધર્મપરિવર્તન કરે તો તે લોકોને ડીલિસ્ટિંગ કરવા જોઈએ. ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ બની જનાર આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કાઢી મુકવા જોઈએ.
હિન્દૂ ધર્મની જ ટીકા કેમ કરવામાં આવે છે ?
આ જાહેર સભામાં ધર્મના રક્ષણ માટે જો બલિદાન આપવાનું હશે તો મનસુખ વસાવા પહેલું બલિદાન આપીશ એમ કહ્યું. તેમને કહ્યું કે હું પયગંબરને સલામ કરું છું ઈશું ભગવાનને સલામ કરું છું. અમે ઈશું ભગવાનની ટીકા નથી કરતા પયગંબર પર ટીકા નથી કરતા. તો કેમ આપણા ધર્મની જ ટીકા કરે છે? કેટલાક લોકો વિદેશી વિચારધારાના કારણે સોશિયલ મીડિયામાં લખે છે.
અમારા દેવી દેવતા પર ટીકા કરવાનો તમને કોઈ હક્ક નથી
તેમણે કહ્યું હિન્દૂ ધર્મ માટે જે લોકો લખે છે તે લોકો ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ વિશે કેમ લખતા નથી? મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં કહ્યું કે અમારા દેવી દેવતા પર ટીકા કરવાનો તમને કોઈ હક્ક નથી. અમે અમારા ધર્મ માટે જીવ પણ આપી દઈશું. મિત્ર બદલી શકાય, ઘરવાળી બદાય, બધું બદલાય, પણ ધર્મ ન બદલી શકાય. મુસ્લિમ અને ખ્રિસ્તીએ વિદેશી ધર્મ છે