ચોમાસાને લઇને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કઇ તારીખે કેરલમાં પહોંચશે ચોમાસુ?
હવામાન વિભાગે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે
ગાંધીનગરઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસુ કેરલમાં મોડા પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ શુક્રવારે અંદમાન-નિકોબારના નાનકોવરી ટાપુ પર પહોંચી ગયું છે. જો કે, આ વર્ષે ચોમાસું મોડું ચાલી રહ્યું છે. કેમ કે, અંદમાન-નિકોબારમાં ચોમાસુ 16-17 મે ના જ પહોંચી જાય છે. આ કારણોસર કેરલમાં પણ ચોમાસું પહોંચવામાં 3 દિવસનું મોડું થઈ શકે છે.
સામાન્ય રીતે કેરલમાં 1 જૂને ચોમાસુ દસ્તક આપે છે. પરંતુ આ વર્ષે 4 જૂનના દસ્તક દઈ શકે છે. ગયા વર્ષે એટલે કે, 2022માં 29 મેના જ ચોમાસાએ કેરલમાં પધરામણી કરી હતી. તો વર્ષ 2021માં 1 જૂનના દસ્તક દીધી હતી.
હવામાન વિભાગે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે. એવામાં આવનારુ ચોમાસું દેશના ખેડૂતો માટે પણ મદદરૂપ સાબિત થશે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે વરસતા વરસાદ પર દેશની અડધી ખેતી નિર્ભર છે. તો ગુજરાતમાં હજુ પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.
Surat: સુરતના હજીરા વિસ્તારમાં ખેતરમાં ટીટોડીએ મુક્યા ઈંડા, જાણો ખેડૂતે વરસાદને લઈને શું કરી આગાહી
સુરત: શહેરના હજીરા નજીક આવેલ દામકા ગામે એક ખેડુત બિપિન ભાઈ છગન ભાઈનાં ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા વરસાદનો વરતારો સારો રહેશે એમ લોક વાયકા છે અને ચોમાસું સારું રહેશે. ભારતની કૃષિ પ્રધાન દેશ છે. આજે ટેકનોલોજીના યુગમાં મોસમ પ્રમાણે આગાહી થઈ શકે છે પરંતુ એક સમયે એવો હતો જ્યારે હવામાન અંગેની જાણકારી અંગે કોઈ સંશોધન ઉપલબ્ધ ન હતા ત્યારે આપણા પૂર્વજો જુદા જુદા પરિબળોને અભ્યાસ કરી હવામાં અંગેની આગાહી કરતા હતા. ખાસ કરીને ભર ઉનાળામાં ટીટોડીના ઈંડા ઉપરથી આગાહી કરતા હતા. જો કે આજે પણ ભારતના ખેડૂતો પ્રાચીન કાળથી થતી વરસાદની આગાહી અને વરતારા પર શ્રદ્ધા છે ત્યારે દામકા ગામના પટેલ ફળિયામાં ટીટોડી ઇંડા મુકતા આ વર્ષમાં પણ ચોમાસું સારું રહેશે એવા એંધાણ બતાવ્યા છે.
પિત્ઝા ખાવાના શોખીનો ચેતી જજો!
સુરત: પિત્ઝાનું નામ પડતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આજકાલ પિત્ઝાનો ટ્રેન્ડ ખુબ વદ્યો છે. નાનાથી લઈને મોટેરા સુધી બધા લોકો પિત્ઝાના દિવાના છે. જો કે, પિત્ઝા ખાતા લોકોને હવે ચેતવાની જરુર છે. કારણ કે, સુરતમાં ડેન્સ પિત્ઝા,ગુજ્જુ કાફે સહિત 6ના ચીઝ અને માયોનીઝના નમૂના ફેલ થયા છે. જેને લઈને 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. સુરત શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા સારી ન હોવાની વાત સામે આવી છે. ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. 6 જેટલા નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે