Weather Gujarat: રાજ્યમાં વિધિવત ચોમાસુ ક્યારે દેશે દસ્તક? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
બિપરજોય વાવાઝોડાએ ચોમાસાની સિસ્ટમ વેરવિખેર થઇ ગઇ છે. જેના કારણે ગુજરાતવાસીઓએ હજુ ચોમાસા વરસાદ માટે રાહ જોવી પડશે
Weather Gujarat:બિપરજોય વાવાઝોડાએ ચોમાસાની સિસ્ટમ વેરવિખેર થઇ ગઇ છે. જેના કારણે ગુજરાતવાસીઓએ હજુ ચોમાસા વરસાદ માટે રાહ જોવી પડશે
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ચોમાસા માટે હજુ એક સપ્તાહની રાહ જોવી પડશે. હાલની સ્થિતિને જોતા જૂન મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન થવાની શક્યતા છે.
કેરળમાં ચોમાસાનું આગમન થતાની સાથે અરબ સાગરમાં સર્જાયેલ સાયક્લોન એક્ટિવિટીએ મોનસૂન સિસ્ટમને ડિસ્ટર્બ કરી દીધી છે. જેના પગલે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસા માટે હજુ ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે, હવામાન વિભાગના અનુમાન મુજબ આ સમયે મોનસૂન માટે જે સિસ્ટમ બનવી જોઈએ તે નથી બની રહી જેના કારણે થી ચોમાસના આગમને લઇને વિલંબ થઇ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2થી 3 દિવસ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા અને વડોદરા જિલ્લામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
અંબાલાલનો અનુમાન
હવામાન નિષ્ણાત અંબાલાલના મત મુજબ રાજ્યમાં 25થી 30 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આઠ ઈંચ, તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં 12 ઈંચ સુધી વરસાદ વરસવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે.
જો કે હાલ ચોમાસાની રાહ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો ઊંચે જતાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. ગરમી અને ઉકળાટ વધતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આગામી સપ્તાહથી અમદાવાદમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ શકે છે.
PM Kisan ના 14માં હપ્તા પહેલા કૃષિ મંત્રીની મોટી જાહેરાત, તમામ ખેડૂતો માટે શરૂ થઈ આ નવી સુવિધા
PM કિસાન સન્માન નિધિ, ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૌથી મહત્વાકાંક્ષી યોજનામાં, e-KYCને સતત પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં, જે ખેડૂતોએ ઇ-કેવાયસી કરાવ્યું ન હતું તેમને સરકારે યોજનાનો હપ્તો આપ્યો ન હતો. પરંતુ હજુ પણ અનેક ખેડૂતોના ઇ-કાયસી પૂર્ણ થયા નથી. આ માટે રાજ્ય સરકારો સાથે મળીને એક વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધી ઈ-kyc કરાવવાની સુવિધા OTP અથવા 'ફિંગરપ્રિન્ટ' દ્વારા જ ઉપલબ્ધ હતી. પરંતુ હવે ચહેરાને સ્કેન કરીને પણ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. હા, જે ખેડૂતોએ યોજના હેઠળ નોંધણી કરાવી છે તેઓ હવે OTP અથવા 'ફિંગરપ્રિન્ટ' વગર તેમના ચહેરાને સ્કેન કરીને e-KYC પૂર્ણ કરી શકે છે. સરકાર તરફથી આ માટે મોબાઈલ એપ્લિકેશન પર 'ફેસ ઓથેન્ટિકેશન' સુવિધા રજૂ કરી.
કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે દેશભરના ખેડૂતો માટે PM-કિસાન મોબાઈલ એપ પર એક નવી સુવિધા રજૂ કરી. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ-કિસાન મોબાઇલ એપ્લિકેશન દ્વારા, દૂરના ખેડૂતો OTP અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ વિના ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. દર વર્ષે 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6,000 રૂપિયાનો નાણાકીય લાભ આપવામાં આવે છે.
આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેનો અમલ ડિસેમ્બર 2018થી કરવામાં આવી રહ્યો છે. PM-KISANનો 13મો હપ્તો 8.1 કરોડથી વધુ ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. હવે ખેડૂતો પીએમ કિસાનના 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે યોજનાનો 14મો હપ્તો જૂનના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં પહોંચી જશે.
યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું
તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને યાદીમાં તમારું નામ ચકાસી શકો છો. અહીં તમે પહેલાના ખૂણામાં લાભાર્થીની યાદીમાં જઈ શકો છો. તમારે અહીં કેટલીક અંગત માહિતી આપવી પડશે. સંપૂર્ણ માહિતી ભર્યા પછી, તમારા ગામ અથવા વિસ્તારની યાદી ખુલશે. અહીં તમે તમારું નામ ચકાસી શકો છો.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને આર્થિક મદદ માટે વર્ષમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. ચાર મહિનાના અંતરાલમાં એક હપ્તો બહાર પાડવામાં આવે છે.