શોધખોળ કરો

Heat wave forecast: હવામાન વિભાગનું ગરમીને લઇને આ જિલ્લામાં રેડ એલર્ટ, જાણો ક્યારે મળશે ગરમીથી રાહત

આકરા તાપને લઇને હવામાન વિભાગેની ત્રણ દિવસની ચેતવણી આપી છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ અગનવર્ષાની સ્થિતિ યથાવત રહેવાનો અનુમાન વ્યક્ત કર્યો છે

Heat wave forecast:હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ફરી  હીટવેવની ચેતવણી આપી છે. 24 કલાક માટે અમદાવાદ,ગાંધીનગરમાં રેડ એલર્ટ આપ્યું છે તો મોટાભાગના શહેરોમાં 45 ડિગ્રીથી વધુ તાપમાનનો અનુમાન વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કચ્છ,જૂનાગઢ, ભાવનગર,સુરેન્દ્રનગરમાં હિટ વેવની આગાહી કરી છે.

 હવામાન વિભાગે સમગ્ર ઉત્તર ગુજરાતમાં હીટવેવની ચેતવણી આપી છે. વડોદરા છોટા ઉદેપુરમાં હીટવેવની ચેતવણી અપાઇ છે. સંઘ પ્રદેશ દીવમાં આગામી 3થી4 દિવસ તાપમાનનો પારો ઉચે જશે અને આકરી ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગના અનુમામ મુજબ ચાર દિવસ બાદ તાપમાનનો પારો 2થી3 પાંચ ડિગ્રી નીચે જતાં  ગરમીમાંથી  આંશિક રાહત મળી શકે છે.

 કાળઝાળ ગરમીને લઇને મહત્વોનો નિર્ણય, 5 દિવસ કોંચિંગ કલાસ રહેશે  બંધ

 રાજ્યમાં સતત સૂર્ય જાણે અગન વર્ષા કરી રહ્યો હોય તેવી સ્થિતિ છેલ્લા સપ્તાહથી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં કોચિંગ ક્લાસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં હિટવેવની સ્થિતિ યથાવત છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં 45ને પાર તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે પણ ગરમીન લઇને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો અન્ય વીસ જિલ્લમાં યલો એલર્ટ આપ્યું છે. કાળઝાળ ગરમીના પગલે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હીટવેવના પગલે ગુજરાતમાં તમામ કોચિંગ ક્લાસ પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે પણ હજુ આગામી પાંચ દિવસ હિટવેનની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે આ સમયે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લેતા આગામી 5 દિવસ રાજ્યમાં કોચીંગ કલાસ  બંધ રાખવાનો નિર્ણય લીધો છે

રૂવારે અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું અહીં  46.6 ડિગ્રીના તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં છેલ્લા 127 વર્ષમાં 5મી વખત તાપમાન પારો ટોચ પર પહોંચ્યો છે. અમદાવાદના એયરપોર્ટ વિસ્તારમાં  સૌથી ઉંચું તાપમાન નોંધાયું છે.  એયરપોર્ટ વિસ્તારમાં 47.3 સેલ્સિયસ ગરમી નોંધાઇ છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરના અન્ય વિસ્તારમાં 46.6 ડિગ્રી ગરમી તાપમાન નોંધાયું છે.               

કચ્છ-સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જેમા  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.  

મધ્ય ગુજરાતના પાંચ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામં આવ્યું છે. ખેડા,આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. . તો ભરૂચ અને નવસારીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરશસે. અમદાવાદ અને ગાંધીનગરમાં  ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે. ગરમીની સ્થિતિને જોતા  આકરા તાપથી બચવા માટે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ  કરવામાં આવી છે.

હીટવેવને લીધે ગુજરાતનો 80 ટકા વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. હજુ એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નહીં.. હજુ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો થઈ શકે તેવી આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
Embed widget