શોધખોળ કરો

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

બેઠકમાં રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ રેન્જના વડાઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

ગાંધીનગર : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ રેન્જના વડાઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવામાં આવતા મંત્રી  હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી સ્થાનિક પોલીસ પણ એનડીપીએસના કેસ કરવા અંગે સૂચના આપી હતી. તે ઉપરાંત માત્ર 15 દિવસમાં ડ્રગ્સ માફીયાઓ સામે PIT NDPSના મહત્તમ 17 કેસ કરવા બદલ મંત્રીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને હજુ મહત્તમ કેસ કરવા સૂચના આપી હતી.

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી માટે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તે ઉપરાંત રાજ્યમાં GujCTOC હેઠળ કરવામાં આવેલી સઘન કાર્યવાહીની પણ મંત્રીએ સરાહના કરી હતી. GujCTOC હેઠળ પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસ કરી 77  આરોપીઓ સામે કેસ કરવા આવ્યા છે.

રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી ઐતિહાસિક કામગીરી બદલ અભિનંદન પાઠવી આવા તત્વો સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના આપી હતી. તા. 1લી જાન્યુઆરી 2024થી તા. 31મી મે 2025 દરમિયાન અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં 582 ગેરકાયદેસર દબાણ દૂર કરાયાં, ગેરકાયદેસર વીજ જોડાણ અંતર્ગત 1861 સામે કાર્યવાહી, 689 રીઢા ગુનેગારો સામે જામીન રદ કરવા અંગેની કાર્યવાહી તેમજ અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ તપાસી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કરનાર 390 સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી આ કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યવાહી હજુ કડક બનાવવા મંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ખૂબ કડક કામગીરી કરવામાં આવી રહી છે. તા. 1લી જાન્યુઆરી 2024થી તા. 31મી મે 2025 દરમિયાન 2487 વ્યાજખોરો વિરૂધ્ધ 1054 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસ 641 લોન મેળા યોજી નાગરિકોને મદદરૂપ થઈ છે. હજુ સ્થાનિક પોલીસ સ્ટેશને એફઆઇઆરમાં વિલંબ ન થાય તેની ખાસ કાળજી રાખવા અને વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે અરજદારને સિનિયર ઓફિસર ખુદ સંવેદનાપૂર્વક સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે મંત્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત હની ટ્રેપના તા. 1લી જાન્યુઆરી 2024થી તા. 31મી મે 2025 દરમિયાન 296 આરોપીઓ વિરૂધ્ધ 66 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Putin India Visit: ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે? જાણો મેડિકલ સાયન્સમાં આવેલી આ ક્રાંતિ વિશે
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે?
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Embed widget