શોધખોળ કરો
ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુને લઈને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મોટું નિવેદન, કહ્યું- નિર્ણય હાઈપાવર કમિટી....
રાત્રીના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય તે માટે નિર્ણય લેવાઈ શકે છે.

ફાઈલ તસવીર
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એણ રાજ્યના આ 4 મહાગનગરોમાં રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે કે પછી થોડી વધારે છૂટછાટ આપવામાં આવશે તેને લઈને રાજ્ય સરકારે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી હાઈપાવર કમિટી નિર્ણય કરશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક મળશે. જેમાં કોરોના સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
નોંધનીય છે કે, આ પહેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાદ નીતિન પટેલે કહ્યું હતું કે, રાત્રી કર્ફ્યૂને લઈ તબક્કા વાર નિર્ણય લેવાશે. રાજ્યના ચાર મહાનગરોમા હાલ રાત્રિ કર્ફ્યૂ લાગૂ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ છે.
રાત્રીના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય તે માટે નિર્ણય લેવાઈ શકે છે. મહાનગરોમાં લાદવામાં આવેલા કર્ફ્યૂ દૂર કરવા અથવા છૂટછાટ આપવા અંગે સરકાર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં નિર્ણય લઈ શકે છે. તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માસ્કના દંડની વિપરીત અસરની પણ ચિંતા છે.
વધુ વાંચો
Advertisement





















