શોધખોળ કરો

Banaskantha: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ પહોંચ્યા મા અંબાના શરણે, ગરબે રમ્યા ધારાસભ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા. ત્યારબાદ સૌ કોઈ માતા સતિના જીવન પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો હતો.

બનાસકાંઠા: પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪' નો પ્રારંભ થયો છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા અન્ય મંત્રીઓ સહિત અનેક નેતાઓ ગબ્બરની તળેટી ખાતે મહા આરતીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વિધાનસભાના અધ્યક્ષ  શંકર ચૌધરી અને નાણાં મંત્રી  કનુ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને જ્યોતના દર્શન કરી આરતી- પૂજન-અર્ચન કર્યા હતા.

 

પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠમાં અન્ય મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહીને દર્શન-આરતીમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રીએ આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું  પ્રસ્થાન કરાવ્યું હતું. ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીઓ તેમજ ધારાસભ્યોએ ગરબા લઈને ધન્યતા અનુભવી હતી.

 

આ અંગે વિગતે વાત કરીએ તો, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨થી ૧૬ મી ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ભવ્ય આયોજન કરાયું છે. 

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને નાણાં મંત્રી કનુ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી - પૂજન-અર્ચન કર્યા હતા. આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીઓ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહીને દર્શન- આરતીમાં સહભાગી થયા હતા. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદભુત નજારો ઊભો કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા. ત્યારબાદ સૌ કોઈ માતા સતિના જીવન પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યોએ ગરબા રમીને ધન્યતા અનુભવી હતી.

આ અવસરે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષા વૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલાં ૨૧ જેટલાં બાળકો ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયાં હતાં. આ સ્થળે મહિલા સ્વસહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્ત કલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રી  ઋષિકેશ પટેલ,  બલવંતસિંહ રાજપૂત,મૂળુ બેરા,ડૉ. કુબેર ડિંડોર, ભાનુબેન બાબરીયા,હર્ષ સંઘવી,  સાંસદ પરબત પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર  સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
Embed widget