ભરતસિંહની પત્નીને મળવા ગયેલા પત્રકારો સાથે સોસાયટીનાં હોદ્દેદારો-સિકયુરિટી ગાર્ડનું ગેરવર્તન
આણંદ: ભરતસિંહના નિવેદન બાદ આજે જ્યારે મીડિયા કર્મીઓએ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાં પટેલને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા. બોરસદમાં બેવર્લી હિલ્સમાં મીડિયાને ધક્કે ચઢાવ્યા હતા.
આણંદ: ભરતસિંહના નિવેદન બાદ આજે જ્યારે મીડિયા કર્મીઓએ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાં પટેલને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા. બોરસદમાં બેવર્લી હિલ્સમાં મીડિયાને ધક્કે ચઢાવ્યા હતા. સોસાયટીનાં હોદ્દેદારો અને સિકયુરિટી ગાર્ડએ મીડિયાને ધકકે ચઢાવ્યા હતા. સોસાયટીના રહીશોની મીડિયા સાથે દાદાગીરીનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે સવાલ એ છે કે, સોસાયટીના હોદ્દેદારોએ કોના ઈશારે રેશમા પટેલને મળતા અટકાવ્યા. હાલમાં આ વાતને લઈને રાજકારણ ગરમાયું છે.
ભરતસિંહ સોલંકી ક્યારે કરશે ત્રીજા લગ્ન, પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખુલાસો
Bharatsinh Solanki Press Conference: કોંગ્રેસ નેતા ભરતસિંહ છેલ્લા ઘણા મહિનાથી પોતાના લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે. રેશ્મા પટેલ સાથેના લગ્ન જીવનમાં આવેલી સમસ્યા અને હાલમાં જ બોરસદ ખાતે સામે આવેલી વીડિયોને લઈને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો કર્યો છે. આ ઉપરાંત તેમના આગામી જીવનને લઈને પણ વાત કરી છે. ભરતસિંહએ કહ્યું કે, હું ત્રીજા લગ્ન પણ કરવાનો છું, બસ મારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છું. નોંધનિય છે, ભરતસિંહ અને રેશ્મા પટેલના લગ્ન જીવનમાં આવેલા વિખવાદનો મામલો હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ પહેલા ભરતસિંહએ નોટીસ જાહેર કરી કહ્યું હતું કે, મારી પત્ની મારા કહ્યામાં નથી તેથી કોઈએ તેમની સાથે વ્યવહાર કરવો નહીં.
વિધાનસભા ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીની રાજકારણને લઈને મોટી જાહેરાત
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મોટી જાહેરાત કરી છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, તેમણે રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ભરતસિંહ સોલંકી પોતાના લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે. હવે ભરતસિંહ સામાજિક રીતે કામગીરી કરતા રહેશે. થોડા સમય માટે પ્રત્યક્ષ રાજકારણથી દૂર રહેશે. વાયરલ થયેલ વીડિયો બાદ છબી ખરડાતા નિર્ણય લીધો હોવાની વાત સામે આવી છે. જો કે હાઈકમાન્ડે આવો કોઈ આદેશ આપ્યો હોવાની વાતને ભરતસિંહએ રદયો આપ્યો છે. કોંગ્રેસ નેતાના લગ્ન જીવનમાં આવી રહેલી સમસ્યાની અસર પાર્ટી પર થતી હોવાથી આ નિર્ણય લીધો હોવા ચર્ચા છે.
જાણો ભરતસિંહે કેમ કહ્યું, મારા જીવને જોખમ છે
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. ગઈકાલે ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો. હવે આ મામલે ભરતસિંહ સોલંકી સ્પષ્ટતા કરી રહ્યા છે.
ભરતસિંહ સોલંકીએ કહ્યું, છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજનીતિ અને તેમાં વ્યક્તિગત કોન્ટ્રોવર્સી ચાલી છે. રોજબરોજ અસંખ્ય લોકોએ મને પૂછ્યું કે તમે કેમ કંઈ બોલતા નથી. 1992માં હું રાજકારણમાં આવ્યો. લોકો, કાર્યકરો અને હાઈકમાન્ડના આશીર્વાદ મળ્યા. 30 વર્ષનું મારું જાહેર જીવન છે, ક્યારેય કોઈ ભ્રષ્ટ્રાચારની વાત નથી થઈ. ચૂંટણી આવે ત્યારે કંઈ ને કઈ આવી જાય. રામ મંદિરના નિવેદન અંગે પણ કોન્ટ્રોવર્સી થઈ. પુરો વિડિયો જુવો તો ખ્યાલ આવે કે મારો કહેવાનો આશય શું હતો. દરેક વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે.